ઉનાળાની શરૂઆત સાથે જ ભરૂચ જિલ્લામાં અનેક સ્થળે આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, જિલ્લામાં એક માસમાં અનેક સ્થળે આગ લાગવાના બનાવો બનવા પામ્યા છે જેમાં વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ગણતરીના સમયમાં આગ કાબુમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભોલાવ તરફ જતા માર્ગ પર ફ્લાયઓવરના નીચેના ભાગે આવેલ સરકારી ટેકનીકલ સ્કૂલના કંપાઉન્ડમાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી હતી, જોકે આગની જવાળાઓ જોઈ ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરતા નગરપાલિકાના ફાયરના કર્મીઓએ તાત્કાલિક સ્થળ પર દોડી જઇ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
મહત્વની બાબત છે કે છેલ્લા ૨૪ કલાકમાં ભરૂચ ખાતે આગ લાગવાની આ બીજી ઘટના સામે આવી હતી જેમાં ફાયર વિભાગ સતત દોડતું નજરે પડયુ હતું, જોકે સદનસીબે બંને ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતા તંત્રએ તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
હારુન પટેલ : ભરૂચ