કેલ્વીકુવા ગામે શોર્ટસર્કિટ થવાથી ખેડુતની શેરડીનો પાક બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોની હાલત દિન-પ્રતિદિન બદ્દતર બની રહી છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં થતાં વરસાદના આધારે જ ખેડુતો ખેતીકામ કરતાં હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું નબળુ રહેતા આખું વર્ષ સિંચાઈ-પીવના પાણી બાબતે ધરતીપુત્રોને વલખા મારવા પડી શકે છે. જેમાં નેત્રંગ ગામના રહીશ સુનીલભાઇ સોહનલાલ શાહની કેલ્વીકુવા ગામના ગામની સીમમાં આવેલ જમીનમાં શેરડીના પાકનું રોપાણ કયુઁ હતું. ખાતર, બિયારણ અને કાળી મજુરી કરીને શેરડીનો પાક તૈયાર કયૉ હતો. જેમના ખેતરમાંથી દ.ગુજરાત વીજ કંપનીના વીજપુરવઠો પસાર કરવા માટેની વીજલાઇન માટેની ટીસી આવેલ છે. એકાએક ટીસીના વીજલાઇનમાં શોર્ટસર્કિટ થવાથી આગના તણખાઓ ઉભી શેરડીમાં પડતા શેરડીમાં પડતા આગની ઝપેટમાં શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. બનાવની આજુબાજુના ખેડુતોને પડતા ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ખેડુતને ઉભી શેરડીનો પાક,કેબલ,ડ્રીપની લાઇન,ખાતર,બિયારણ અને ખેતમજૂરી માથે પડતા ભારે આથિૅક નુકસાન વેઠવું પડ્યું હતું.આ બાબતે ખેડુતે દ.ગુજરાત વીજ કંપનીમાં ફરીયાદ કરી હતી.