Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ આલ્ફા સોસાયટી ખાતેથી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ.

Share

ભરૂચમાં આલ્ફા સોસાયટીના રહેણાંક મકાનમાં પાછળના ભાગેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થા સાથે એક બુટલેગરને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એ ડિવિઝન પોલીસ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે આલ્ફા સોસાયટી ખાતે એક મકાનનાં પાછળના ભાગેથી વિદેશી દારૂનો જંગી જથ્થો વેચાણ અર્થે આવેલ હોય આ બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે રેડ પાડતા આલ્ફા સોસાયટીના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 750 મી. લી બોટલ નંગ-44 કિંમત રૂ. 29,770 સાથે આરોપી ચેતન કનુ પરમાર રહે. 37 આલ્ફા સોસાયટી રીંગરોડ ભરૂચ ખાતેથી પ્રોહિબિટેડ મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. આરોપીને ઝડપી લઇ આ મુદ્દા માલ ક્યાંથી આવેલ તેમજ ક્યાં મોકલવાનું હોય તે સહિતની એ ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં વડદલા નજીક લકઝરી બસ પલટી ખાતા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં જુગારધામો પર પોલીસના દરોડા, લાખોના મુદ્દામાલ સાથે 17 જુગારીઓ ઝડપાયા

ProudOfGujarat

વાંકલ શ્રી એન.ડી.દેસાઇ હાઈસ્કૂલમાં ટ્રાફિક અવરનેસ અંતર્ગત બાળકો દ્વારા સુંદર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!