ભરૂચ જિલ્લાના ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે દિવ્યાંગ બાળકો માટે ચામડીના રોગોનો ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ આજરોજ અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળાના સ્થાપક પ્રવીણભાઈ પટેલ અને અરૂણાબેન પટેલના માતા સોનાબાના જન્મદિન નિમિતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પ્રણવસિંહ રાજ તેમજ તેમના પરિવારજનોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે ચામડીના રોગો માટેની તપાસ તેમજ સારવાર કેમ્પ રાખવામા આવ્યો હતો. આયોજિત કેમ્પમાં ડોક્ટર પ્રણવસિહ રાજ દ્વારા નિસ્વાર્થભાવે દિવ્યાંગ બાળકોનું ચેક અપ કરી નિદાન કરવામાં આવ્યુ હતું, તેમજ બાળકોને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. ઉપરાંત તેમના તરફથી બાળકોને સુરુચિ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર રાજના પિતા જયરાજસિંહ, તેમના અન્ય કુટુંબીજનો , સંસ્થાના પ્રમુખ યશવંતભાઈ, મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ અને ખજાનચી કિર્તીભાઇ ઉપસ્થિત રહ્યા હતા. અંતે આયોજકોએ કેમ્પને સફળ બનાવવા બદલ ઉપસ્થિતોનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે દિવ્યાંગ બાળકો માટે ચામડીના રોગોના ચેકઅપ કેમ્પ યોજાયો.
Advertisement