Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રામપુરી ચપ્પુ કે છરો લઈને ફરવા નીકળા તો સમજો જેલના સળિયા પાછળ ગયા, ક્રાઇમ બ્રાંચે બે ઇસમોને ઝડપી પાડયા..!

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં ક્રાઇમ બ્રાંચની ટિમોએ મેજિસ્ટ્રેટના હથિયાર બંધી અંગેના જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે સતત પેટ્રોલિંગ હાથ ધર્યું છે ત્યારે ક્રાઇમ બ્રાંચને મળેલ બાતમીના આધારે હાંસોટના વતની બે ઇસમોને રામપુરી ચપ્પુ અને છરા સાથે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ સબજેલ પાસે સ્વીફ્ટ ફોર વ્હીલ કાર નંબર GJ.06.PG 9277 લઈને ફરતા હાંસોટ તાલુકાના વતની અમન શફી ઉર્ફે પપ્પુ ખોખર તેમજ તલહા ઉર્ફે બાબુ મુજમીલ ઉર્ફે મુન્ના શેખ નામના બે ઇસમોને અટકાવી તેઓની તલાશી લેતા તેઓ પાસેથી એક ધારદાર છરો, એક બ્લુ કલરનું રામપુરી ચપ્પુ, સ્વીફ્ટ કાર સહિત ૩૮ હજારની રોકડ રકમ મળી આવતા ક્રાઇમ બ્રાંચે કુલ ૫,૩૮,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેઓ સામે જાહેરનામા ભંગ સહિતની કલમો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ એકેડમી નાની નરોલીમાં હાર્ટફુલનેસ એક્સપિરિયન્સ ઓફ લાઈફ પોટેન્શિયલ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૭૪.૪૦ ટકા મતદાન નોંધાયુ.

ProudOfGujarat

દશેરાના પર્વે સોમનાથ દાદાના દર્શને આવેલા પંજાબી પરિવારના 6 સભ્યો દરિયામાં ડૂબ્યા, 2નાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!