આજરોજ ક્રેયા ઇન્ફ્રાના કર્મચારીઓ દયાદરા-દેરોલ સાઇટ પર કામ કરતા હતા ત્યારે અચાનક મધમાખીઓના ઝુંડના આક્રમણનો ભોગ બનતા 7 જેટલા કર્મચારીઓને ડંખના કારણે ઇજાઓ થઈ હતી. તેઓને તાત્કાલિક સારવાર માટે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 6 કર્મચારીઓને સારવાર બાદ રજા આપવામાં આવી અને એક દર્દી હજી પણ સારવાર હેઠળ છે.
ડો. રિયાઝ પંચભાયાની સાથે 3 ડોકટર્સ અને 14 જેટલી સ્ટાફ નર્સ દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી અને લગભગ બે કલાકની ભારે જહેમત બાદ દર્દીઓને રાહત થઈ હતી. મધમાખીના 150 થી 200 જેટલા ડંખ દરેક કર્મચારીઓને લાગ્યા હતા અને કર્મચારીઓના શરીરના એકે એક અંગ માં ડંખના કારણે ઇજા થયેલ હતી. તાત્કાલિક સારવાર મળવાના કારણે દર્દીઓને રાહત થઈ હતી.
Advertisement