Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં જુગારીઓ જેલ ભેગા થયા, બે સ્થળે પોલીસના દરોડામાં ૧૫ ઝડપાયા, હજારોનો મુદ્દામાલ જપ્ત કરાયો.

Share

ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસે પાડેલા બે અલગ અલગ દરોડામાં કુલ ૧૫ જેટલા ઈસમો જુગાર રમતા ઝડપાયા છે, તેમજ હજારોનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ ફલક એપાર્ટમેન્ટના પ્રથમ માળે બહારથી માણસો બોલાવી જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડા પાડી કુલ ૬ જેટલા જુગરીઓને પત્તા પાનાના જુગાર રમતા ઝડપી પાડયા હતા જેમાં (૧) મોહંમદ ઈદ્રિસ મોહમ્મદ સઈદ શેખ રહે.ડૂમવાડ ભરૂચ, (૨) ફિરોજ બચુભાઈ ગરાસિયા રહે,દાંડિયા બજાર ભરૂચ, (૩) યુસુફ ખાન દિલાવર ખાન પઠાણ રહે,બહારની ઊંડાઈ ભરૂચ, (૪) અજય ઉર્ફે ભીખાભાઈ પટેલ રહે,વેજલપુર પોપટી ખાડી ભરૂચ, (૫) મુસ્તાક આદમ જસબા રહે,નેશનલ પાર્ક ભરૂચ તેમજ (૬) નિશાર ગુલામ અહેમદ મુલ્લા રહે,ફાટાતળાવ ભરૂચ નાઓને રોકડા રૂપિયા તેમજ મોબાઈલ મળી કુલ ૩૦,૨૫૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી એ ડિવિઝન પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

તો અન્ય એક જુગાર ઝડપાયાનો બનાવ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે જેમાં કાળી તલાવડી તાડીયા વિસ્તારમાં આવેલ બાવા જમમાન દરગાહ પાસે સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં ટોળું વળી જુગાર રમતા કુલ ૬ જુગારીઓને પોલીસે ૧ લાખ ૩૦,૨૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જેમાં (૧) મોઇન ગુલામ ખલીફા રહે,સોનેરી મહેલ ભરૂચ (૨) મોહમ્મદ આકીબ ફરીદ ભાઈ શેખ રહે.સિપાઈ વાડ ભરૂચ (૩) મોહંમદ સાજીદ ફારૂક કુરેશી રહે,કસાઈવાડ ભરૂચ(૪)અજીમુદ્દીન કુતબુદ્દીન શેખ રહે,કાનૂગાવાડ,ભરૂચ (૫) સાહિલ નજીર મન્સૂરી રહે,સોનેરી મહેલ ભરૂચ (૬) અખ્તર હુસેન ઉર્ફે બબલુ ખલીફા રહે,મુસ્લિમ સોસાયટી ભરૂચ નાઓને દાવ ઉપરના હજારોની રોકડ તેમજ મોપેડ અને મોબાઈલ મળી કુલ ૧,૩૦,૨૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જેમાં વોન્ટેડ આરોપી (૧) કેફ શેખ રહે,ભરૂચ (૨) જસ્ટન ફેર બાપૂ રહે,ભરૂચ (3) શબ્બીર રહે,ભરૂચ નાઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

ગોધરા : પ્રભાબ્રિજથી મુનલાઈટ વાવડી બુઝર્ગ રોડની વચ્ચે સ્પીડબ્રેકર મુકવાની જીલ્લા કોંગ્રેસ દ્વારા તંત્રને રજુઆત.

ProudOfGujarat

ભરૂચ : મૂળ નિવાસી સંઘ દ્વારા રાપરમાં થયેલ વકીલની હત્યાનાં વિરોધ અને ઓબીસી ની વસ્તી ગણતરી થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ: પરણિત મહીલા પર ત્રાસ ગુજારતા પતિ સહિતના સાસરિયાં વિરુદ્ધ મહીલા પોલીસ મથક ખાતે ફરીયાદ નોંધાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!