Proud of Gujarat
FeaturedGujaratINDIA

સીતપોણની મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓ તથા શાળાના બે મદદનીશ શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો.

Share

ધી સીતપોણ સુપ્રિમ વેલ્ફેર ટ્રસ્ટ બોર્ડ સંચાલિત મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલ, સીતપોણમાં તારીખ ૦૯ માર્ચ ૨૦૨૨ ના રોજ શાળાના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ તથા શાળામાં ૩૪ વર્ષની સેવાના અંતે નિવૃત્ત થયેલા મદદનીશ શિક્ષિકા પટેલ હમીદાબેન મહંમદ તથા ૩૧ વર્ષની સેવાના અંતે નિવૃત્ત થનાર મદદનીશ શિક્ષક આકુબત બશીર અહમદનો વિદાય સમારંભ યોજાયો હતો. સમારંભમાં ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ સાહેબ, સેક્રેટરી સાહેબ, ટ્રસ્ટ બોર્ડના સભ્યો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગામના સરપંચ, ઉપસરપંચ, માજી સરપંચો, તથા વિદેશથી પધારેલ મહેમાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

સમારંભમાં શાળામાં બોર્ડની તથા શાળા કક્ષાની પરીક્ષાઓમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિધાર્થીઓને શાળા તરફથી ઇનામો તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નિવૃત્ત થતા બંને શિક્ષકોનુ શાળા તથા મંડળ તરફથી શાલ ઓઢાડી તથા સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે કોરોનાકાળ દરમિયાન અવસાન પામેલા શાળાના પ્રમુખ કે જેમણે શાળાની શરૂઆત થી તેમના મૃત્યુપર્યંત નિરંતર ૫૩ વર્ષ શાળાનુ પ્રમુખપદ સંભાળી શાળાને અનેક સિદ્ધિઓ અપાવવામાં અનોખું યોગદાન આપ્યુ એવા “મર્હુમ અબ્દુલ્લાહ પટેલ સાહેબ”નુ તથા ઈ. સ.૨૦૦૧ થી મૃત્યુપર્યંત એક ઉમદા સેવક તરીકે શાળાની કામગીરી કરનાર મર્હુમ પટેલ ઇમ્તિયાઝ અહમદનુ પણ મરણોત્તર સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. સમારંભમાં પધારેલા તમામ મહાનુભાવો તથા શાળાના આચાર્યા બહેન અને સમગ્ર સ્ટાફે બોર્ડના વિદ્યાર્થીઓને તેઓ પરીક્ષા તથા જીવનમાં સફળતા મેળવે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

કાયદાના ધજાગરા…ભરૂચ – મહંમદપુરા શેઠ કોમ્પ્લેક્ષ પાસે જાહેર માર્ગ પર તીક્ષ્ણ હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે વિસ્તારને માથે લીધું, સ્થાનિકોમાં રોષ

ProudOfGujarat

ગોધરાના સરદાર નગર ખંડ ખાતે આશ્રમ ભજનાવલીનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

નેત્રંગની શિક્ષકાએ પોતાના લગ્નમાં સગા-સબંધીઓને ફળાઉ કલમ આપી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!