યાત્રાધામ શુકલતીર્થમાં રામશીલા ચોક નજીક ડોડીયા ખડકીનાં પટાંગણમાં અખિલ વિશ્વા ગાયત્રી પરિવાર, શાંતિકુંજનાં સ્થાપના વર્ષને ૫૦ વર્ષ પૂર્ણ થતા “સુવર્ણ જયંતિ વર્ષ” ની ઉજવણી નિમિત્તે શુકલતીર્થ-ભરૂચ ગાયત્રી પરિવારના ઉપક્રમે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે તે પૈકી પૂર્વ તૈયારીના ભાગરૂપે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
તા.૧૧-૩-૨૨ ને શુક્રવારે સમગ્ર ગામના મુખ્ય માર્ગ ઉપર વિવિધ ઝાંખીઓ બનાવી યજ્ઞ સ્થળેથી બપોરના-૩ થી ૬ શોભાયાત્રા બાદ યજ્ઞ સ્થળે યુગ સાહિત્ય દ્વારા વતમાન સમસ્યાઓનું સમાધાન વિષે યુગ સંગીત સાથે પ્રવચન, તા. ૧૨-૩-૨૨ ને શનિવારે સવારે ૯-થી ૧૨ યજ્ઞશાળા પ્રવેશ, અને ઉદ્ઘાટન, સિવિલ હોસ્પિટલ-ભરૂચના સહયોગથી રક્તદાન કેમ્પ, અને ગાયત્રી યજ્ઞ તેમજ સદગુરુ ગ્રંથ સ્થાપન, વિવિધ સંસ્કારો અને સાંજે ૬ થી ૭ શાંતિકુંજ – હરિદ્વારના સંતોની ઉપસ્થિતિમાં યુગ સંગીત સાથે દીપ યજ્ઞ યોજાશે.
તા.૧૩-૩-૨૦૨૨ ને રવિવારે ૯ થી ૧૨ ગાયત્રી યજ્ઞ, સદગુરુ ગ્રંથ સ્થાપન, વિવિધ સંસ્કારો, યજ્ઞ પૂર્ણાહુતિ તેમજ નારાયણ હોસ્પિટલ, ભરૂચના સહયોગથી મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.