ભરૂચ જિલ્લામાં સગીરાઓ અસલામત બની હોય તેમ વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે, નેત્રંગ પંથકના એક વિસ્તારમાં રહેતી આશરે ૧૬ વર્ષીય સગીરા ગત સોમવારના રોજ રાત્રીના સમયે પોતાના ઘરમાં ન હોય જે બાદ પરિવાર જનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, સગીરાના પિતાની શોધમાં તે મકાન નજીક જ આવેલ એક ધાબા ઉપર મળી આવી હતી જે સગીરાની સાથે તેઓની મકાન પાસે જ રહેતો એક યુવક દુષ્કર્મ આચરતો હોવાનું માલુમ પડતા સગીરાના પિતાને જોઈ યુવક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો, બાદમાં સગીરાના પિતા યુવકને કહેવા જતા નરાધમ યુવક સહિત તેના પરિવારજનોએ સગીરાના માતા, પિતા પર હુમલો કર્યો હતો.
ઘટનામાં ઇજાગ્રસ્ત સગીરાના પિતાનેને નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે બાદ દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાના પરિવારે નેત્રંગ પોલીસ મથકે અરજી આપતા પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરી ઘટનામાં સામેલ આરોપીની ધરપકડ કરી હતી.
સમગ્ર મામલો ચર્ચાસ્પદ બનતા ઝઘડિયાના BTP ના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ઘટનામાં સામેલ આરોપીને ફાંસીની સજા અને બચાવ કરી બાળકીના પિતા પર હુમલો કરનારા નરાધમોને આજીવન કેદની સજા થવી જોઈએ તેવી પોસ્ટ સોશિયલમાં મૂકી માંગ કરી હતી.
હારૂન પટેલ