જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ૦૮/૦૩/૨૦૨૨ ના રોજ ડી.આર.યુ.શાખા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ. પ્રાર્થના ડાયટ લેક્ચરર ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા કરવામાં આવી. શાખાના શ્રેયાન વ્યાખ્યાતા પ્રીતિબેન સંઘવીએ વિશ્વ મહિલા દિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે, પ્રવર્તમાન મહિલાની સ્થિતિ અને મહિલાઓની કારકિર્દી અંગે ચર્ચા કરી હતી.
મહિલા સશક્તિકરણ અંગે પીપીટી પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું ત્યારબાદ રેખાબેન સેંજલિયા, સિનિયર લેકચરર દ્વારા મહિલા મહિલા દિન અંગેની થીમ અંગેની વાત કરવામાં આવી. ડાયટના પ્રાચાર્ય કલ્પનાબેન ઉનડકટ દ્વારા વિવિધ ઉદાહરણો આપીને સાંપ્રત સમાજમાં નારી અને પ્રાચીન સમયમાં નારીના વિવિધ ઉદાહરણ આપીને પોતાના અનુભવ અને મંતવ્યો રજૂ થયા. બી. એડ. વિભાગના કો.ઓ. વી.એમ.બલદાણીયા આ પ્રસંગે ઉપસ્થિત રહી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધારેલ. આ તબક્કે બી.એડ કોલેજ ના તાલીમાર્થીઓ માટે વિવિધ સ્પર્ધા નિબંધ, વકતૃત્વ, એક પાત્રીય અભિનય તથા પોસ્ટર મેકિંગ વિથ સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ તાલીમાર્થી મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડી. એસ. ભાભોર, જે.સી.વાંસદિયા, પી.બી.પટેલ, સી.આઈ.વસાવા, હેમલતાબેન નિર્ણાયકની ભૂમિકા ભજવેલ. વિજેતા તાલીમાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રીતિબેન સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું.