વિશ્વ મહિલા દિનના શુભ અવસર પર ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા દિવ્યાંગ, કોરોનામાં માતાપિતા અથવા બે માંથી એક ગુમાવનાર, અને આર્થિક રીતે પછાત જેની ઉંમર 10 વર્ષથી ઓછી છે, એવી 501 બાળકીઓના ખાતામાં 1000-1000₹ ડિપોઝીટ કરવામાં આવ્યા.
ભરૂચ જિલ્લાની સામાજિક કાર્યોમાં અગ્રણી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સર્વે કરાયો હતો. જેમાં ભરૂચ ભાજપા દ્વારા 501 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલવા માટે ₹5,00,001/- લાખની રકમનો ચેક પોસ્ટ સુપ્રિટેનડેન્ટ આર.બી.ઠાકોરને સુપ્રત કર્યો હતો. જેમાં 10 વર્ષથી નીચેની દિવ્યાંગ બાળકીઓ, કોરોનામાં માતાપિતા ગુમાવ્યા હોઈ એવી બાળકીઓ, આર્થિક રીતે નબળા પરિવારની બાળકીઓ તેમજ માતા અથવા પિતા ગુમાવ્યા હોઈ તેવી બાળકીઓને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની “સુકન્યા સમૃદ્ધિ યોજના” નો લાભ અપાવવા માટે આયોજનબદ્ધ રીતે 1000 બાળકીઓને આ યોજનાનો લાભ મળે તે હેતુસર આજરોજ 501 બાળકીઓને આ યોજનાનો લાભ પૂર્વ (પૂર્વ મહામંત્રી) અને પૂર્વ સાંસદ (RS)ના ભરતસિંહ પરમારના હસ્તે આપવામાં આવ્યો હતો. ગરીબ પરિવારની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ ગરીબ પરિવાર પર દીકરી મોટી થાય અને તેના ભણતર તેમજ લગ્ન પ્રસંગમાં આર્થિક ભારણ ન આવે એવા શુભઆશયથી ભાજપાના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર દ્વારા લેવાયેલ સંકલ્પ થકી આ યોજનાનો લાભ 10 વર્ષની નીચેની ઉંરની 1000 બાળકીઓને હાલ તો આપવામાં આવશે. તેમજ 2022 માં 17 સપ્ટેમ્બરના રોજ 72 માં જન્મદિવસ સુધી વધુ વધુમાં 7200 જેટલી બાળકીઓને લાભ આપવાના પ્રસાયો ભરૂચ જિલ્લા ભાજપ, અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા તેમજ વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા કરવામાં આવશે.
આ પ્રસંગે ભાજપાના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મંત્રી નિશાંતભાઈ મોદી, ભરૂચ નગર જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, ફતેસિંહ ગોહિલ સહિત અસ્મિતા વિકાસના પ્રમુખ યશવંતભાઈ પટેલ, મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ પટેલ સહિત ભરૂચ પોસ્ટ ઓફિસના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ મુકેશ કુમારે હાજરી આપી હતી.