આજે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ ત્યારે રાજ્ય સરકાર સામે વિવિધ મહિલા સંગઠનોએ મોરચો માંડ્યો હોય તેમ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જેમાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મહિલા શક્તિ સેના દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે સુત્રોચ્ચાર કરી તેઓના વિવિધ પડતર પ્રશ્નોને સરકાર વહેલી તકે ધ્યાન ઉપર લે તે બાબતે આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી હતી.
તો બીજી તરફ ગુજરાત રાજ્ય મહિલા આંગણવાડી સંગઠનના રાગીણી સિંહ પરમારની આગેવાનીમાં આંગણવાડી અને આશા વર્કરની બહેનોએ પણ આજે બપોરે ચાર કલાકે કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપવાનો એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં દેશનઆ અન્ય રાજ્યોમાં આંગણવાડી કર્મચારીઓને જે પગાર ભથ્થું મળે છે તેના કરતાં ઓછું ગુજરાતમાં મળતું હોવાના આક્ષેપો આવેદનપત્રમાં કરવામાં આવ્યા છે સાથે નિવૃત વય મર્યાદા ૬૦ ઉપર છે, રાજ્યમાં આંગણવાડી, આશા વર્કર, ફેસીલીએટર, મધ્યાહ્નન ભોજન વર્કરોને કામના કલાકો કાગળ ઉપર અલગ છે અને પ્રેક્ટીકલ વધારે છે, વેતનની સમાનતાનો અમલ નથી. બાંધકામ ક્ષેત્રે પણ મહિલા વર્કરોને પુરુષ વર્કર કરતા ઓછું વેતન અપાય છે, સાથે જ છેલ્લા ૬ માસમાં મહિલાઓ ઉપર થયેલા અત્યાચારો જેવી બાબતોને આવેદનપત્રમાં સમાવી લઈ રજૂઆત કરવામાં આવનાર છે, અને રાજ્ય સરકાર તમામ બાબતોમાં તાકીદે નિર્ણયો કરી યોગ્ય જાહેરાત કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
હારુન પટેલ : ભરુચ