Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ પંથકમાં સગીરા સાથે નરાધમે દુષ્કર્મ આચરતા ચકચાર,પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી..!!

Share

વિશ્વ મહિલા દિનની ઊજવણીઓ વચ્ચે નેત્રંગ તાલુકાના લોકો માટે લાલબત્તી સમાન કીસ્સો બહાર આવ્યો છે. જ્યાં એક જ ફળીયામાં વસવાટ કરતા ચાર છોકરીઓના પિતાએ પોતાની દીકરીની ઉંમરની અન્ય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગમાં તાલુકાના એક ગામમાં ટેમ્પોના ડ્રાઇવર ભરવાડ મુકેશ રાજા નામના નરાધમે ૧૪ વષીઁય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું.જ્યારે ભોગ બનનાર દિકરીના પિતાને બીજા ત્રણ ઈસમોએ ભેગા મળી ઢોરમાર મારી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઘટના બાદ ત્રણ ઈસમો વિરુદ્ધ નેત્રંગ પોલિસે પોસ્કો એક્ટ, એટ્રોસિટી અને મારામારીને લગતી કલમ ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુન્હાની ગંભીરતાની જાણ થતાં નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ આગળની તપાસ હાથ ધરી હતી.               

Advertisement

નેત્રંગ તાલુકાના એક ગામમાં સોમવારે રાત્રે નવેક વાગ્યેના સુમારે આ ધટના બનવા પામી હતી. જ્યાં રાત્રીના નવ વાગ્યાના સમયે ઘરમાં દિકરીને ન જોતા પિતાએ દીકરીની શોધખોળ આદરી હતી. શોધખોળ દરમ્યાન ફળિયામાં જ આવેલાં એક ઘરના ધાબા ઉપર સગીરાને શોધતા શોધતા પિતા ઉપર પહોંચી ગયા હતા. જ્યાં દીકરીને બંધક બનાવી ભરવાડ મુકેશ રાજા નામનો નરાધમ દુષ્કર્મ આચરી રહ્યો હતો.  નરાધમના ચુંગલમાંથી પિતાએ ત્યાંથી સગીરાને છોડાવી હતી.

ભરવાડ મુકેશ રાજા નામનો નરાધમ ધાબા ઉપરથી નાસીને પોતાના ઘરના ધાબા ઉપર આવી ગયો. ત્યાં સગીરાના પિતા પણ ઈસમને પકડવા પાછળ દોડ્યા હતા. અહીં પકડવા જતાં ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે જેવો ઘાટ થયો હતો. જ્યાં ભોગ બનનાર દિકરીના પિતાને નરાધમ મુકેશ રાજા ભરવાડે અને ભરત ભરવાડ તથા અન્ય એક ઈસમે ઉપરાણું લેતાં મામલો બિચકતા હતો.  ત્રણેય ભરવાડોએ બેન સમાડી ગાડો ભાંડીને આદિવાસી પરિવારને જાતિવિષયક ટિપ્પણીઓ કરી હતી. સગીરાના પિતાને ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યાં માથાના ભાગે મારી દેતા ગંભીર ઇજા પહોંચાડી હતી. તે દરમ્યાન બૂમાબૂમ થતાં દીકરીના માતાએ દોડી આવી વચ્ચે પડી ભોગ બનનાર સગીરાના પિતાને વધુ મારથી બચાવ્યો હતો.  ભોગ બનનાર પિતાને ગંભીર ઇજા થતાં નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.


Share

Related posts

તેલુગુ ડેબ્યૂ ફિલ્મની અભિનેત્રી સેહનૂરની કેટલીક અદ્રશ્ય તસવીરો વાયરલ થઈ.

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદી ખાતે ફરી એકવાર ખનન માફિયા બેફામ બન્યા પૂર્વ પટ્ટીના ઝનોર, શુક્લતીર્થ, મંગલેશ્વર પંથકમાં ગેરકાયદેસર રેત ખનન

ProudOfGujarat

સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વધઘટ અને તાલુકા અરસ પરસ બદલી કેમ્પ યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!