Proud of Gujarat
FeaturedGujaratINDIA

હૈં..માં,મારો શુ વાંક,? તું પરત આવી જા હું સિવિલમાં જ છું, અંકલેશ્વરના મોટા કરારવેલ પાસેથી તાજું જન્મેલ બાળક મળી આવતા ચકચાર,૧૦૮ દ્વારા બાળકને સારવાર અર્થે ભરૂચ સિવિલ ખસેડાયો..!!

Share

હજુ તો આ પૃથ્વી પર આવી મે દુનિયાના દર્શન પણ નથી કર્યા, આંખ ખોલીને તારી એક ઝલક જોવા માટે મૈં મહિનાઓ સુધી તારા હૃદય પાસે સ્થાન મેળવ્યું, પણ મને ક્યાં ખબર હતી કે આજે વિશ્વ આખું મહિલા દિવસની ઉજવણી કરતું હશે અને તું મને તરછોડીને જતી રહશે, ભરૂચ સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચર પર સારવાર લઈ રહેલું આ ફૂલ જેવું બાળક ક્યારેક સમજુ થશે તો તેના મનમાં આ જ શબ્દો હશે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના મોટા કરારવેલ ગામ પાસે આવેલ સાવન સીટી સોસાયટી પાસેની કંપાઉન્ડ વોલ જોડે કોઈ અજાણી વ્યક્તિ એ તાજું જન્મેલ બાળકને ફેંકી દીધું હોવાની ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચ્યો હતો, મામલા અંગેની જાણ અંકલેશ્વર ૧૦૮ એમ્બ્યુલન્સને થતા એમ્બ્યુલન્સ સ્ટાફે બાળકનો કબ્જો લઈ તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલુ કરી બાળક હાલ સ્વસ્થ અવસ્થામાં હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે.

મહત્વનું છે કે આ બાળક કંપાઉન્ડ વોલ પાસે કોણ નાંખી ગયું અને ક્યારે નાખી ગયું તે બાબતે પોલીસ વિભાગે પણ તપાસની તજવીજ શરૂ કરી હોવાનું માલુમ પડ્યું છે, ત્યારે માસૂમ ફૂલ જેવા બાળકને તળછોડનાર માતા અને પિતા સામે ઘટના બાદથી ઉપસ્થિત લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી, ત્યારે મામલે પોલીસ તપાસ બાદ જ ચોક્કસ કોઈ કારણ સામે આવી શકે તેમ કહી શકાય છે.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

“सूरमा” का पहला रोमांटिक गीत “इश्क़ दी बाजियां” सोमवार को होगा रिलीज!

ProudOfGujarat

ખેતાન કંપનીના કામદારનુ મૌત …

ProudOfGujarat

ગોધરા કોમર્સ કોલેજ એન એસ એસ ના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી પ્લાસ્ટિક મુકત કોલેજ અને યુનિવર્સિટીના નારા લગાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!