સમાજમાં યોજાયેલી ગોત્ર ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા આવનાર તમામ યુવાનોને તેમના ગોત્ર વિશે સમજણ પૂરી પાડવામાં આવતી હતી. તમામ યુવાનોએ ક્રિકેટના માધ્યમથી ગોત્ર વિશે માહિતગાર થયા હતા.
ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા પ્રથમ વખત ગોત્ર કપનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટુર્નામેન્ટની રવિવારે ફાઇનલ મેચ યોજાઇ હતી. ફાઇનલ મેચમાં અંકલેશ્વરની ચાંદુકા ઇલેવન ટીમ અને દહેજની જાદવા ઇલેવન ટીમ વચ્ચે આમને-સામને મુકાબલો થયો હતો જેમાં અંકલેશ્વરની ચંદુકા ઇલેવને ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધું હતું. જેઓ એ બાર ઓવરમાં 108 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દહેજની જાદવા ઇલેવન ટીમે સેકન્ડ રાઉન્ડમાં માત્ર ૧૧ ઓવરમાં જ 109 રન બનાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સમાજના યુવાનો પોતાના ગોત્ર વિશે માહિતગાર થાય એવા લક્ષ્યથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી કોરોનાના સમયમાં સમાજના યુવાનો એકબીજાને મળ્યા ના હોય ત્યારે વાગરા તાલુકાના કલાદરા ગામે સમસ્ત કલાદરા ગામ દ્વારા રમત સાથે પરિચય કેળવવા અનોખી ટુર્નામેન્ટ ગોઠવી હતી
પ્રથમ વખત યોજાયેલી ટુર્નામેન્ટમાં સમગ્ર જિલ્લામાંથી ખૂબ જ ઉત્સાહથી યુવાનોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 40 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. કેટલાક યુવાનોને પોતાના ગોત્રની ખબર હોતી નથી. કુળ ગૌત્ર વંશવેલી એ દરેક સમાજ અને પરિવારનો આધાર સ્તંભ છે. કોરોના કાળમાં બે વર્ષથી લોકો એકબીજાને મળ્યા ના હોય પરિચયમાં આવ્યા ન હોય તેમ તેમજ સમાજના યુવાનો એકબીજા અને પોતાના ગોત્રથી માહીતગાર થાય તે માટે ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા અનોખી agpl ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગરા તાલુકાના કલાદરા ગામે ૧૩ દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦ ટીમોએ ભાગ લીધો હતો.
જે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ભરૂચ સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ આહિર, સમાજના માજી પ્રમુખ સુરેશભાઈ આહીર સહિત આહિર સમાજના કારોબારી સભ્યો તથા સમાજમાં તાજેતરમાં જ ગામ પંચાયત વિજય થયેલ સરપંચો ગામ પંચાયત સભ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના લોકોની ઉપસ્થિતિમાં આ ટુર્નામેન્ટનું ઇનામ વિતરણ સાથે પૂર્ણાહુતિ થઈ હતી.