Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના બિસ્માર માર્ગનું કામ ન થતા આખરે સ્થાનિકોનો પાલિકામાં હલ્લો..!!

Share

ભરૂચ નગરપાલીકા હદ વિસ્તારના અનેક માર્ગો બિસ્માર અવસ્થામાં છે, કેટલાય વોર્ડના એવા વિસ્તાર છે જયાં આજદિન સુધી બિસ્માર બનેલ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. ભરૂચના વોર્ડ નંબર ૧૦ માં પણ કેટલાય વિસ્તારોમાં રસ્તા આજે પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને પગલે પાલીકા સામે લોકોમાં રોષની લાગણી છવાયેલી જોવા મળી રહી છે.

આજરોજ વોર્ડ નંબર ૧૦ ના AIMIM ના કોર્પોરેટરએ સ્થાનિકોને સાથે રાખી ભરૂચ નગરપાલિકા ખાતે પ્રમુખ અમિત ચાવડા સમક્ષ ઉગ્ર વિરોધ કરી આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોય તેમજ અનેકવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માર્ગનું સમારકામ ન કરવામાં આવતા રોષ વ્યકત કર્યો હતો.

Advertisement

મહત્વનું છે કે કતોપોર દરવાજા સુધીના આ માર્ગ ઉપર અનેક વેપારીઓ પોતાનો ધંધો રોજગાર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, આ વિસ્તારમાં રોજની હજારો લોકોની અવરજવર હોય છે પરંતુ બિસ્માર માર્ગના પગલે આ વિસ્તારોમાં ખરીદી કરવા આવતા લોકો જતા અચકાય છે જેની સીધી અસર વેપાર ધંધા ઉપર પડે છે ત્યારે અવારનવાર પાલિકામાં વેપારીઓએ રજુઆત કરવા છતાં આજદિન સુધી રસ્તાની કામગીરીને લઈ કોઈ નક્કર જવાબ ન મળતા સ્થાનિક વેપારીઓ અને પ્રજાએ પાલીકા સામે મોરચો વહેલી તકે રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

સફાઈ કર્મીની ઈમાનદારી, સફાઈ દરમિયાન હીરા ભરેલ પેકેટ મળતા માલિકને પરત કર્યા, જુઓ ક્યાં બની ઘટના..!

ProudOfGujarat

નડિયાદ જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સમાં ટ્રાય કલર રંગોળી સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

વડોદરામાં ભારે વરસાદ: વિશ્વામિત્રી નદીમાં પૂર પરશુરામ ભઠ્ઠાના 300 કાચા મકાન પાણીમાં ડૂબ્યા અનેક રસ્તાઓ પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!