નેત્રંગનો વિદ્યાર્થીયુક્રેનથી સલામત પરત ફરતાં સાંસદે મુલાકાત લેતા પરીવારજનોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ ચારરસ્તા ઉપર મેડીકલ સ્ટોર ધરાવતા ધર્મેશભાઇ નગીનભાઇ પટેલનો મોટો પુત્ર પ્રિતકુમાર ધર્મેશભાઇ પટેલ (ઉ.૨૨) કે જે યુક્રેનમાં એમબીબીએસમાં અભ્યાસ અર્થે છેલ્લા પાંચ વર્ષથી ગયો હોય છે તેના એમબીબીએસના છેલ્લા વર્ષના અભ્યાસને થોડા મહિનાઓનો અભ્યાસ બાકી રહ્યો છે ત્યારે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થતાં પ્રિતના પરીવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોતાના સંતાનને સહી-સલામત પરતા લાવવા માટે પરીવારના સભ્યોએ અનેક પ્રયત્નો હાથ ધયૉ હતા.
જેમાં ભારત સરકાર-રાજય સરકાર દ્રારા અભ્યાસ કરતા વિધાથીઓને વતન પરત લાવવાની કવાયત શરૂ થતાં નેત્રંગનો પ્રિત પટેલ વિમાન માર્ગે દિલ્લી આવી પહોંચ્યો હતો ત્યાંથી ગાંધીનગરથી અંકલેશ્વર થઇને નેત્રંગ પોતાના ઘરે સહી-સલામત પરતા આવતા પરીવારમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો. નેત્રંગનો યુવાન પરત ફયૉની જાણ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાને થતાં જવાબદાર અધિકારીઓ-પદાધિકારીઓ સાથે પ્રિતની મુલાકાત કરી હતી.