Proud of Gujarat
GujaratFeaturedINDIA

નબીપુરમાં મોહસીને આઝમ મિશનના સહયોગથી પારૂલ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આરોગ્ય શિબિર યોજાઇ.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોહસીને આઝમ મિશન નબીપુરના સહયોગથી વડોદરા જિલ્લાના લીમડા ગામ ખાતે આવેલ પારૂલ આયુર્વેદિક હોસ્પિરલ દ્વારા નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઇ હતી. આયોજિત આરોગ્ય ચકાસણી શિબિરમાં પંચકર્મ, સ્ત્રી રોગો, બાળરોગો, આંખના રોગો અને સર્જરી માટેની સગવડો ઉપલબ્ધ હતી.

શિબિરમાં દાખલ કરાયેલા દર્દીઓને સદર હોસ્પિટલે પહોંચાડવા માટે વિના મુલ્યે બસ સુવિધા અપાઈ હતી તથા દાખલ થયેલા દર્દીઓ માટે વિનામુલ્યે જમવાની વ્યવસ્થા પણ કરાઈ હતી. જે દર્દીઓને લેબોરેટરી ટેસ્ટ હોય, જરૂરિયાતનો દવાઓ હોય તેમને આ વ્યવસ્થા રાહત દરે અપાઈ હતી. આ કેમ્પનો લાભ લેવા માટે જરૂરિયાતમંદોએ સવારથી જ લાંબી કતાર લગાવી હતી. આ કેમ્પને સફળ બનાવવા બદલ પારૂલ આયુર્વેદિક હોસ્પિટલે નબીપુર સાર્વજનીક ટ્રસ્ટ હોસ્પિટલ અને મોહસીને આઝમ મિશનનો આભાર વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

2030 સુધીમાં ભારતમાં ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે 543 બિલિયન ડોલર રિટેલ ઇન્વેસ્ટર્સની મૂડી એકત્ર કરી શકાશે

ProudOfGujarat

અમદાવાદ RTO દ્વારા શાળા બહાર યોજાઈ ત્રીજી વખત ટ્રાફિક ડ્રાઈવ-પશ્ચિમ વિસ્તારની 12 સ્કૂલો પર 12 ટીમ દ્રારા કરવામાં આવી રહી છે કામગીરી…!!

ProudOfGujarat

વડોદરા : માંજલપુરમાં આવેલ શિવ દર્શન સોસાયટી પાસે ગટર લાઇનની કામગીરી અધૂરી કરતા રહેવાસીઓ દ્વારા મ્યુ.કમિશનરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!