ભરૂચના વરેડિયા હાઇવેથી હજરત દોલા શા પીરની દરગાહ સુધીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય સલીમખાન ઉર્ફે મલંગખાન પઠાણ તેમજ વરેડિયા ગામના યુવા સરપંચ ફઝિલા દુધવાળાની ઉપસ્થિતિમાં માર્ગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત અગાઉ સૈયદ ઇફ્તેદાર બાવા સાહેબે ફાતેહા ખ્વાની પઢી ત્યારબાદ દુઆ ગુજારી હતી. ત્યારબાદ પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય સલીમખાન ઉર્ફે મલંગખાન પઠાણ, ગ્રામ પંચાયત સરપંચ ફઝિલા દુધવાળાએ શ્રીફળ ફોડી ખાતમુહૂર્ત કર્યું હતું.
અંદાજિત બે લાખ પચ્ચીસ હજાર રૂપિયાના ખર્ચે માર્ગ તૈયાર કરવામાં આવશે. માર્ગનું કામ પૂર્ણ થતા દરગાહ શરીફ પર આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો થશે તેમજ શ્રદ્ધાળુઓને દરગાહ શરીફ પર જવામાં સરળતા રહેશે. ગ્રામ પંચાયતના સરપંચ ફઝિલા દુધવાળા એ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે દરગાહના માર્ગનું કામ મંજુર થતા ૧૫૧ વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણ સિંહ રણા તેમજ સલીમ ખાન ઉર્ફે મલંગ ખાન પઠાણનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે વિકાસના કામોમાં મદદરૂપ બની ગામના અન્ય વિકાસના કામ માટે અગ્રેસર રહે એમ તેઓએ નિવેદનમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયત સદસ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ તાલુકાના વરેડિયા હાઇવેથી હજરત દોલા શા પીરની દરગાહ સુધીના માર્ગનું કરાયું ખાતમુહૂર્ત.
Advertisement