નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચના સંયુક્ત ઉપક્રમે ૧૨ મા રાષ્ટ્રિય મતદાન જાગૃતિ કાર્યક્રમ સ્વીપ અંતર્ગત મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અંતર્ગત પોસ્ટર મેકીંગ સ્પર્ધાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ભરૂચ જિલ્લાની જુદી-જુદી શાળા કોલેજના ૨૫૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ ભરૂચ તાલુકામાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચના મધ્યસ્થ હોલ ખાતે યોજાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે.એસ.એસનાં સંકલનમાં વાગરા, અંક્લેશ્વર અને હાંસોટના સબ સેન્ટરો ખાતે પણ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને કિટ તથા પ્રમાણપત્ર અર્પણ કરીને પ્રોત્સાહિત કરાયા હતા.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.ગાંગુલી, મામલતદાર રોશની પટેલ તથા ચૂંટણી શાખાનાં પ્રતિનિધિઓ, શાળા કોલેજના શિક્ષકો, જે.એસ.એસ.નાં લાઈવલીહૂડ કો.ઓર્ડિનેટર, રિસોર્સ પર્સનો તથા નિયામક ઝયનુલ સૈયદ ઉપસ્થિત રહીને આ કાર્યક્ર્મ સફળ બનાવ્યો હતો.
ભરૂચ : મતદાર જાગૃતિ અંતર્ગત પોસ્ટર મેકીંગ સ્પર્ધા યોજાઇ.
Advertisement