Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની રોયલ પાર્ક સોસાયટી પાસે સંગ્રહ કરેલ જુના ફ્રીજના જથ્થામાં આગ લાગતા દોડધામ…

Share

ઉનાળાની શરુઆત સાથે જ આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થતો હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં છેલ્લા એક માસથી આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ રોયલ પાર્ક સોસાયટી પાસેના વિસ્તારમાં સંગ્રહ કરી મુકવામાં આવેલ જુના ફ્રીજના જથ્થામાં અચાનક આગ લાગવાની ઘટના બનતા એક સમયે સ્થાનિકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

સમગ્ર ઘટના અંગે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયરના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી,જોકે સમગ્ર ઘટનામાં અનેક જુના ફ્રીજ બળીને ખાખ થઈ ગયા હતા.

Advertisement

હારૂન પટેલ : ભરૂચ


Share

Related posts

ઝઘડિયાના રાણીપુરા નજીક રોડ ઉપર રેતી ભરેલ હાઇવા ટ્રક પલ્ટી જતા વાહનો અટવાયા.

ProudOfGujarat

નર્મદા જિલ્લા પોલીસ ની પ્રસંસનીય કામગીરી

ProudOfGujarat

નબીપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટમાં બોગસ સોગંદનામા-ખોટા ઠરાવો સંદર્ભે સાત દિવસમાં તપાસ કરવા હાઈકોર્ટનો પોલીસને આદેશ.પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતા ફરિયાદી હાઇકોર્ટના શરણે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!