બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના બી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ કતોપોર બજાર રોડ પર ની શ્રી અંબિકા જ્વેલર્સ માં અજાણ્યા તસ્કરો એ ત્રાટકી અંદાજીત ૫૦ હજાર ઉપરાંત ની મત્તા ઉપર હાથફેરો કરી જતા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો……
જ્વેલર્સ ની દુકાન માં ચોરી થઇ હોવાની જાણ સ્થાનિકો એ દુકાન સંચાલક પ્રકાશ ભાઈ ને કરતા તેઓ એ ઘટના અંગે ની જાણ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલા અંગે ની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી હતી……