ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા જિલ્લા યુવા અધિકારી સુબ્રતો ઘોષના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર સ્વામિનારાયણ સ્વરૂપ બી. એડ. કોલેજ ખાતે આત્મનિર્ભર ભારત સંદર્ભે યુવાઓને કૌશલ્ય નિર્માણ માટે વિશેષ તાલીમ આપવામાં આવી. જેમાં વક્તા તરીકે ખરોડ બી.એડ કોલેજના પ્રો. ડૉ.આઈ. કે. અન્સારી તથા ભરૂચ જિલ્લા યુવક મંડળ સંઘના પ્રમુખ કિરણ પટેલે વક્તા તરીકે માર્ગદર્શન આપ્યું હતું.
તાલીમ કાર્યક્રમ સ્વામીજી અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ૮૦ જેટલા યુવાઓએ ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય ડૉ જપન સાહેબે સુવિચાર સંદેશ પાઠવ્યો સાથે પ્રોફેસર દેવેન્દ્રભાઈ, ખ્યાતિ મેડમ તથા ધવલ સર ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement