આજ રોજ બપોરે ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા પાલિકા પ્રમુખ આર વી પટેલ ની અધ્યક્ષતા માં યોજાઈ હતી જેમાં વિવિધ ૪૧ જેટલા મુદ્દાઓ ચર્ચા માં લઇ મંજૂરી માટે મુકવામાં આવ્યા હતા….જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ ના સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ……….
તો બીજી તરફ ભરૂચ નગર માં છેલ્લા કેટલાક વખતથી મચ્છરો ના ઉપદ્રવ ના કારણે સામાન્ય જનતા હેરાન પરેશાન છે ત્યારે વિપક્ષ ના સભ્યો એ પાલિકા સભા ખંડ માં અનોખીરીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સભા ખંડ માં મચ્છરદાની પહેરી સભા ખંડ માં કાલા હિટ સ્પ્રે છાતી. મચ્છર મારવનું રેકેટ લઇ સભા ખંડ માં હાજરી પુરાવી શહેર માંથી અને પાલિકા ના સભા ખંડ માંથી મચ્છરોનો ત્રાસ દુર કરવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો….વધુ માં શહેર માં ગંદકી.પાણી ની સમસ્યા અને અન્ય મુદ્દાઓ પણ આક્રમકઃ બનેલા વિપક્ષ ના સભ્યો એ પાલિકા સભા ખંડ માં ગુંજતા કરી પાલિકા ના તંત્ર ની કામગીરી ના ધજાગરા ઉડાવ્યા હતા ………………………
વધુ માં પાલિકા ની ચાલુ સભા માં શહેર માં પાણી નો કકળાટ પણ જોવા મળ્યો હતો જેમાં શહેર ના એક રહીશ દ્વારા ચાલુ સભા ખંડ માં ઢસી આવી પ્રમુખ સમક્ષ પાણી મુદ્દે ઉગ્ર રજૂઆત કરતા તેઓ ને શાંત પાડી ઉપસ્થીત પોલીસ કર્મીઓએ પરત કાઢ્યા હતા …..તો સત્તા પક્ષ ના બે સભ્યો એ ભૂતકાળ માં લાંચ પ્રકરણ માં ઝડપાયેલ શખ્સ ને પરત નોકરીએ લેવા ના નિર્ણય ના મુદ્દે વિરોધ વ્યક્ત કરતા પાલિકા સભા ખંડ માં સત્તા પક્ષ ની અંદરો અંદર ખેંચતાણ પણ જોવા મળતા ભારે ચર્ચા એ જોર પકડ્યો હતો……………….
Advertisement