ભરૂચના નબીપુરના પનોતા પુત્ર અને NRI ફૈઝાંન દાઉદભાઈ બક્ષ હાલ UK ના બ્લેકબોર્ન ખાતે સ્થાયી થયા છે. જેઓએ ગામના વિકાસના કામમાં સહભાગી થવાના ભાગરૂપે ગામમાં તેમના પિતા દાઉદભાઈ અહમદ બક્ષના હસ્તે કચરાપેટીઓ મૂકાવી છે. સેવાભાવી કાર્યની કદર કરી નબીપુર ગ્રામ પંચાયત અને ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા દાનવીરના પિતાનું જાહેરમાં સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ગામના સરપંચ, ડે. સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામની વિવિધ સંસ્થાના આગેવાનો હાજર રહયા હતા. સાથોસાથ ગામમાં પધારેલ NRI ગુલામભાઈ બોરિયાવાળા ઉર્ફે ઠાકોરનું પણ સન્માન કરાયું હતું. ગામના નુખ્ય પ્રવેશ દ્વાર ઉપર ગામના એક દાનવીર તરફથી LED લાઈટો બેસાડી અપાવી છે. આવા દાનવીરો જો પોતાનો સહયોગ આપે તો ગામનો વિકાસ હરણફાળ ગતિએ આગળ વધશે. ગ્રામ પંચાયતના ડે. સરપંચ હાફેઝી ઈકરામભાઈ દસુએ મીડિયા સાથેની વાતચીત દ્વારા ગ્રામજનોને અપીલ કરી છે કે ગ્રામજનો કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરાપેટીમાં જ નાખે જેથી ગામની સ્વચ્છ જળવાઈ રહે.
યાકુબ પટેલ, ભરૂચ
ભરૂચ : નબીપુરના NRI પનોતા પુત્ર દ્વારા ગામમાં વિકાસના કાર્યો કરતાં ગ્રામ પંચાયત દ્વારા દાનવીરના પિતાનું કરાયું સન્માન.
Advertisement