ભરૂચના મનુબર ગામથી કંથારીયા ગામ જવાના રોડ ઉપર આમદવાદથી મુંબઈ સુધીના ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેકટની સાઇટ પરથી ચોરાયેલ સ્પેલન્ડર
જેક, TMT સળિયા, લોખંડની ટાવર જાળી સહિતની ચોરીનો ભેદ ભરૂચ એલ.સી.બી. પોલીસે ઉકેલ્યો.
ભરૂચ જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ તથા વણશોધાયેલા ગુનાઓને શોધી કાઢવા માટે ભરૂચ એલ.સી.બી. પોલીસની ટીમને ઇન્ચાર્જ પોલીસ એમ.એસ. ભરાઠા દ્વારા સૂચના આપવામાં આવતા ભરૂચ તથા આસપાસના વિસ્તારમાં ગાડીની વોચ અંગે લોગ પાસ કરાવેલ હોય તે દરમિયાન પી.આઇ જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે ગાડી નં.GJ-21-M-3650 ની મનુબર રોડ ઉપર રહેમત પાર્ક સામે ચોરી કરનાર આરોપીઓ ઉભેલા હોય જે (1) સઇદ ઉર્ફે ભૂરો મુસ્તાક યુસુફ પટેલ રહે.ઇલાદી પાર્ક ડોકટર સફિક કંથારીયાવાળાના મકાનમાં ભાડેથી મનુબર રોડ તા.જી.ભરૂચ (2) અસ્ફાક સુલેમાન ગાયન (પટેલ) રહે. લૂકમાન પાર્ક દાઉદભાઈના મકાનમાં ભાડેથી જંબુસર બાયપાસ ચોકડી તા.જી.ભરૂચને પોલીસે આંતરી લઈ સેન્ટ્રો ગાડી સાથે એલ.સી.બી પોલીસ મથકે લાવવામાં આવેલ હોય
જ્યાં તેમણે પૂછપરછ કરતાં આરોપીઓ દ્વારા ચોરીના ગુનાની પોલીસ સમક્ષ કબૂલાત આપેલ હોય જેમાં બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે અને અન્ય બે આરોપીઓ (1) મોહસીન ઉર્ફે સુલતાન અલ્લારખા દીવાન (2) શેરપુરા ખાતે ભંગારનો ડેલો ચલાવતો સાદ જેનું નામ મળેલ નથી જે વોન્ટેડ હોય તેઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. ચોરીમાં ગયેલ TMT લોખંડના સળિયા, લોખંડના સ્પેલન્ડર જેક, લોખંડની ટાવર જાળી, સેન્ટ્રો ગાડી, મોબાઈલ નંગ 2, અંગ જડતીના રૂ.1500 મળી કુલ રૂ. 2,05,000 નો મુદ્દામાલ રિકવર કરી પોલીસે તમામ મુદ્દામાલ સાથે બે આરોપીઓની અટકાયત કરી છે.