ફુલ ગુલાબી ઠંડી વિદાય લે તે પહેલા જ હોળીના વધામણા લઇને આવતા કેસૂડાં સોળે કળાએ ખીલી ઉઠ્યાં છે. નેત્રંગ તાલુકાના મોતિયા, કૂપ, વરદીયા ડુંગર,ઓલિયા કોતર, જંગલોમાં હાલ કેસરી ચાદર પાથરીને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.
કેસૂડાંએ રંગ જમાવ્યો છે અને આકર્ષણ જમાવ્યું છે. પ્રકૃતિપ્રેમી આસ્થા વસાવા જણાવે છે કે વાસ્તવમાં કેસૂડાંના ફૂલો અને કસૂંબલ રંગે ધૂળેટી રમવાનો આરોગ્યપ્રદ હેતુ છે. ઉનાળાનાં ચાર મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસૂડો ખૂબ ઉપયોગી છે. તે સાથે નાના બાળકોને કેસૂડાંના ફૂલથી સ્નાન કરાવવાથી લુ થી બચાવી શકાય છે.
Advertisement