Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા સામૂહિક બળાત્કારના સાત આરોપીઓના રીમાન્ડ પૂરા થતા સબજેલ મોકલાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને પૈસા આપવાની તથા ફરવા લઇ જવાની લાલચ આપીને એક યુવક દ્વારા તેના પર બળાત્કાર ગુજારાયો હતો. બાદમાં તેણે તેના અન્ય સાત જેટલા મિત્રોને બોલાવ્યા હતા, આ યુવકોએ પણ વારાફરતી સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ગેંગરેપની આ ઘટનાને લઇને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવ સંદર્ભે આઠ ઈસમો વિરૂધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આ આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારબાદ આ આઠ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. દરમિયાન સામૂહિક બળાત્કારની ઘટનાનો એક આરોપી સગીર નીકળતા તેને જુવેનાઈલ કોર્ટમાં મોકલી આપવામાં આવ્યો હતો અને બાકીના સાત આરોપીઓના વધુ બે દિવસના રીમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા. આ રીમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ..ભરૂચ


Share

Related posts

અંકલેશ્વરમાં રખડતા ઢોરનાં ત્રાસથી પ્રજામાં અકસ્માત થવાનો ભય વધ્યો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામે દવાખાનુ ચલાવતો બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોક બનાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!