નર્મદા જીલ્લાના ડેડીયાપાડા પો.સ્ટે.ના ગણનાપાત્ર પ્રોહીબીશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.
ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અનુસંધાને જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ. બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો વાલીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી આધારે નર્મદા જીલ્લા ડેડીયાપાડા પો.સ્ટે. ગુ.ર.નં પાર્ટ – સી ૧૧૮૨૩૦૦૪૨૧૦૪૩૬/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ ઈ, ૮૧, ૧૧૬ મુજબના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી ધર્મેશભાઇ ઉર્ફે ધમો નરેશભાઇ વસાવા રહે- મીઠામોરા, ટાંકી ફળીયું, તા.ઝઘડીયા જી.ભરૂચનાને આજરોજ તા.૨૩/૦૨/૨૦૨૧ નારોજ વાલીયા ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ વાલીયા પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા અ.હે.કો. નિલેશભાઇ નારસિંગભાઇનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.