Proud of Gujarat
GujaratFeaturedINDIA

ને.હા. 48 નબીપુર ઝનોર ચોકડી પર અજાણ્યા વાહને મોટર સાઈકલને ટક્કર મારતા સર્જાયો અકસ્માત.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના નબીપુર નજીક અજાણ્યા વાહનની ટક્કરે મોટર સાયકલ સવારને ઈજાઓ થવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના શાહપુરા ગામના રહીશ હિતેશભાઈ ભીખાભાઇ પટેલ નબીપુરથી પોતાના ગામ જવા નબીપુર ઝનોર ચોકડીથી મોટરસાયકલ લાઇ પસાર થઈ રહયા હતા. તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ઇજાઓ થતા તેમને નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. આ મામલે પોલીસ તપાસ ચાલુ છે. નબીપુર – ઝનોર ચોકડી ઉપર અવારનવાર અકસ્માતો થતા હોય સ્પીડ બ્રેકર બનાવવા જરૂરી બની ગયા છે. તંત્ર દ્વારા નબીપુર – ઝનોર ચોકડી પાસે સ્પીડ બ્રેક્રર મૂકવા લોકમાગ ઉઠવા પામી છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ ફિલ્મ ફેર એવોર્ડ જીત્યો અને 50 લાખના માઈકલ સિન્કો ડિઝાઈનર બ્લુ એમ્બેલિશ્ડ ગાઉનમાં સૌને ચોંકાવી દીધા.

ProudOfGujarat

પંચમહાલમાં બોર્ડની ઉત્તરવહી તપાસણી શરૂ કરવામાં આવતાં કોરોનાને લઇને સેન્ટરોને પણ સેનેટાઇઝ કરાયા.

ProudOfGujarat

વડોદરામાં સનરાઇઝ કોમ્પલેક્ષમાંથી કુટણખાનું ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!