યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી સહિત અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસનો અધ્ધર જવાબ. રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇ ચરમસીમાએ છે અને એની વચ્ચે પીસાઈ રહ્યા છે ગુજરાત સહિત અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને પડતા પર પાટું હોય એમ તમામ એર લાઇન્સે ભાડામાં ધરખમ વધારો કરી દિધો મપા.
જે ભાડું 45 હજારની આસપાસ હોય એ હવે બે લાખની આસપાસ થઈ ગયા છે, ગુજરાતી વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે તેઓ જ્યારે ભારતીય દૂતાવાસમાં મદદ માટે ગયા ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમારી પાસે 48 કલાક છે પૈસાની વ્યવસ્થા કરો અને ટિકિટ બુક કરીને નીકળો ત્યારબાદ અમારી કોઈ જવાબદારી નહિ રહે.
ભારતીય તંત્રની આવી ઉદ્ધતાઈથી હવે વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર આભ ફાટ્યું છે છતાં પણ વિદ્યાર્થીઓને બચાવવાના સરકાર બણગા ફૂકી રહી છે, હાલ તો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે કે સરકાર સાચા અર્થમાં તેમની મદદે આવે.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી : ફ્લાઇટ ટિકિટના ભાવમાં ત્રણ ગણો વધારો…
Advertisement