Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચથી પાલેજનો રોડ તથા કરગટથી સિતપોણ ગામને જોડતાં રોડનું કરાયું લોકાર્પણ.

Share

ભરૂચથી પાલેજનો મુખ્યમાર્ગ રૂપિયા 16 કરોડના ખર્ચે તથા કરગટથી સિતપોણ ગામને જોડતો રોડ રૂપિયા 72 લાખના ખર્ચે તૈયાર થતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ટંકારીયા ખાતે લોકાર્પણ કરાયા હતા. આ ઉપરાંત અન્ય ચાર ગામોને જોડતા માર્ગો, કહાંન ગામ ખાતે સ્મશાનને જોડતો માર્ગ તથા પારખેત ખાતે નલ સે જલ યોજના હેઠળ પાણીની ઓવરહેડ ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું હતું.

ભરૂચથી પાલેજનો રોડ બિસ્માર બની જતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની રજૂઆતના પગલે સરકારે રૂપિયા 16 કરોડના ખર્ચે મંજુર કરતા નવા રોડનું નિર્માણ થયું છે. સાથે કરગટથી સિતપોણનો માર્ગ પણ રૂપિયા 72 કરોડના ખર્ચે બનતા ટંકારીયા ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા માર્ગોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે ટંકારીયા ખાતે પહોંચતા ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કરી ઘોડા પર બેસાડી રેલી સ્વરૂપે કાર્યક્રમના સ્થળ સુધી લાવ્યા હતા.

જ્યાં ધારાસભ્યએ બન્ને માર્ગોના લોકાર્પણ કર્યા હતા. સાથે ટંકારીયાથી ઘોડી, કિસનાડથી ઘોડી, હિંગલ્લા -સિતપોણ-ટંકારીયા, પાલેજ-કિસનાડ-ઠીકરીયા તથા કહાંન ગામ ખાતે જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાન પઠાણની ગ્રાન્ટમાંથી સ્મશાનને જોડતો રોડ મંજુર કરાતા તેના ખાતમુહૂર્ત પણ ધારાસભ્ય અરુણસિંહ રણાએ કર્યા હતા. તો પારખેત ખાતે નલ સે જલ યોજના હેઠળ ઓવરહેડ ટાંકી અને સમ્પ મંજુર થતા તેનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું.

આ અવસરે ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા તથા પ્રતિક્ષાબેન પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાન પઠાણ, ભાજપના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, ભાજપના આગેવાન યતીનભાઈ પટેલ, લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ મુસ્તુફાભાઈ, ભાજપના, વાગરા તાલુકા પંચાયતના સભ્ય ઇમરાન ભટ્ટી તથા ઝાકિરભાઈની હાજરીમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ કોઈ પણ પ્રકારના જાતિ કે ધર્મના ભેદ વગર ભાજપ સરકાર વિકાસના કામો કરતી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ વાગરા વિધાનસભા ક્ષેત્રમાં રસ્તા અને પાણીની સુવિધા ઉભી કરવા કટિબદ્ધ છે. આ પ્રસંગે ટંકારીયા, પાલેજ, કહાંન, પારખેત સહિતના ગામોના સરપંચ, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

શિનોર તાલુકાના બાવળિયા ગામે વનરાજસિંહના ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી શિયાળાની હરિયાળી જમાવટ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રસ્તા બનાવવા અંગે વ્રુક્ષ છેદન થતા હરિયાળું ભરૂચ ધીમ ધીમે રણસમાન ભસવા લાગ્યું જાણો કેવી રીતે ??

ProudOfGujarat

ભરૂચ : વિડીયોકોન કંપનીમાંથી ચોરાયેલ કોપર વાયરનો જથ્થો ઝડપી 5 આરોપીની અટક કરતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!