Proud of Gujarat
Uncategorized

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ ઓવરલોડ વાહનો બાબતે મામલતદારને ખખડાવ્યા.

Share

ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાને આજે સરકારી તંત્રની જાડી ચામડી પર કકડતું તેલ રેડતા, ચામડી તતડાવતા જોઈને સામાન્ય માણસ તરીકે ઘણી ટાઢક વર્તાઈ…. કોઈ મામલતદાર કે સર્કલને સરેઆમ… તમે હપ્તા લો છો એટલેજ ગેરકાયદેસર ખનીજ ખનન ચાલે છે તેવું, મોઢામોઢ કહી શકવાની હિંમત, તાકાતનો પરચો જોવા મળ્યો. એક સાંસદ પોતે ચોખ્ખો હોઈ તોજ આવી બિન્દાસ ભાષા વાપરે અને મનસુખભાઈએ તો સુરતી ભાષા પણ ઉમેરી હતી, તેથી તેમના ચોખ્ખા દામન પર પ્રજાને ફરી વિશ્વાસ બેસી ગયો છે.

તમારો કેટલો હપ્તો છે?? આવું, એક સરકારી અધિકારીને કોઈ પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ જાહેરમાં પૂછે, એના બે અર્થ થાય.એક તો પાંચ ટર્મના સાંસદને ખબર જ હોય કે અમારી સરકારમાં ક્યાં કેવું ચાલે છે?… અને બીજું કે પ્રજાની ફરિયાદ વધી ગઈ હોય ત્યારે દમ મારવા સરકારી અધિકારી જ ઉત્તમ ગણાય. કારણકે તેને સરકાર પગાર આપે એટલે ગાળ દેવાનો હક પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે આપોઆપ મળી જાય!!… થોડું થોડું બધા કરતા હોય એટલે અધિકારીઓ પણ સાંભળી લે!!… ઉપરથી નીચે સુધી બધા ખરડાયેલા હોય તો જ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય એવુ સૌ જાણે છે. તેથી સાંસદશ્રી પણ માહિતગાર તો હોવાના જ. આ એ જ મનસુખભાઈ વસાવા છે જેમણે ભૂતકાળમાં પોલીસ ખાતાને પણ આડે હાથ લીધું હતું. શિક્ષણ ખાતાને પણ ઠપકાર્યું હતું.બીજા નહીં પરંતુ આ જ મહાનુભાવ કેમ પોતાની જ સરકારમાં, પોતાના જ પક્ષના નેતાઓની રાહબારી હેઠળ ચાલતા સરકારી ખાતાના સ્થાનિક અધિકારીઓ પર ગાજ વરસાવતા રહે છે?? શું તેમનું પોતાની સરકારમાં ઉપર… ઉપજતું નહીં હોય? કોઈ મામલતદારને ગાળ દેવી એના કરતા તેની બદલી કરાવી દેતા તેમને કોણ રોકે છે??? આવા સવાલ થવા સ્વાભાવિક છે. પરંતુ, મનસુખભાઇ….. ખુલ્લા મનના અને ડાઉન ટુ અર્થ છે… એટલે રોકડું પરખાવતા હોય છે.

Advertisement

પાંચ પાંચ ટર્મથી એક જ બેઠક પરથી પ્રજાનું પ્રતિનિધિત્વ કરવાનું જે પ્રેરક બળ છે એ કદાચ પ્રજા વચ્ચે રહી, પ્રજાની ભાષા બોલી, દેવાય તેને ગાળ દઈ, પરિસ્થિતિ સાંભળી લઈ, પ્રજામાં છવાય જઈ, ભ્રષ્ટાચાર કરનારા કરતા તેને રોકવાવાળો પણ કોઈ છે એવુ પ્રજામાં ઠસાવી દેવાની કુનેહ મનસુખભાઇનું જમા પાસું છે. જે હોય તે આવા સાંસદ સરકાર માટે માથાનો દુખાવો પણ પ્રજા માટે સારા. ( દર્દનો ઈલાજ કરવા કોઈ દવા ના જડતી હોય તો placibo આપી દેવાની!!!આડઅસર પણ નહીં ને દર્દી પણ ખુશ…).


Share

Related posts

ગાર્ડન સીટી ગણેશ યુવા ગ્રુપ ધ્વારા પાણીના કુંડા તેમજ ચકલી ઘરનુ વિતરણ

ProudOfGujarat

ભરુચના ખત્રીવાદમાં ઝાડ ઢરાસાઈ થતાં નગરપાલિકાને જાણ કરાઇ હોવા છતાં કામગીરી ન થતાં સ્થાનિક લોકોએ ઝાડ કાપવા અંગે કામગીરી કરી.

ProudOfGujarat

કરજણના વલણ ગામે તેજસ્વી તારલાઓનો 9 મો સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!