આમોદ નગરપાલિકા સામે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી પોતાની વ્યાજબી માંગણીઓને લઈને પ્રતિક ઉપવાસ ઉપર બેઠાં હતાં તેમજ આમોદ પાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં કોઈ નિવેડો નહીં આવતાં ભાજપ અનુસુચિત જાતિ મોરચાના હોદેદારો સહિત આમોદ શહેર ભાજપના ઉપપ્રમુખ પ્રહલાદ સોલંકીએ આમોદ શહેર પ્રમુખ મહેશભાઈ શાહને રાજીનામાં ધરી દીધા હતા. જેથી આજરોજ અનુસુચિત જાતિ મોરચાના ભરૂચ જિલ્લા પ્રભારી ગોવિંદભાઇ પરમાર, દક્ષિણ ગુજરાત ઝોનના મીડિયા પ્રભારી રાજેન્દ્રભાઇ સુતરીયા, મોરચાના ભરૂચ જિલ્લા પ્રમુખ ચંદ્રકાન્તભાઈ, જંબુસરિયા સહિતના હોદ્દેદારો દોડતાં થઈ ગયા હતા અને આમોદ ખાતે આવી રાજીનામાં આપી ચૂકેલા હોદ્દેદારોને મનાવવા લાગી ગયા હતાં છતાં હોદ્દેદારોએ જ્યાં સુધી સફાઈ કામદારોના પ્રતિનિધિઓના પ્રશ્નોનો ઉકેલ ના આવે ત્યાં સુધી પોતાની જીદ ઉપર મક્કમ રહ્યા હતા. ત્યારે જિલ્લાના હોદેદારો પણ વિમાસણમાં મુકાઈ ગયા હતાં અને આમોદ શહેર સંગઠનના પ્રમુખ મહેશભાઈ શાહ તથા મહામંત્રી ભીખાભાઇ લીંબચીયા, મનીષ ઠક્કર અને આમોદ પાલિકા પ્રમુખ મહેશ પટેલ સાથે વાટાઘાટો કરી વહેલી તકે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
આ બાબતે ભરૂચ જિલ્લા મોરચાના પ્રભારી ગોવિંદભાઇ પરમારે જણાવ્યું હતું કે સફાઈ કામદારો સાથે મુલાકાત કરી હતી અને તેમને સમજાવવાના પ્રયત્નો કર્યા હતાં તેમજ શહેર ભાજપના હોદેદારો સાથે વાતચીત કર્યા બાદ આમોદ પાલિકા પ્રમુખ મંગળવારે ઇન્ચાર્જ મુખ્ય અધિકારીને મળશે અને જલ્દીથી સુખદ સમાધાન થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
આમોદમાં ભાજપના ઉપપ્રમુખ પ્રહલાદ સોલંકી સહિતના હોદ્દેદારોએ શા માટે રાજીનામા આપ્યા..જાણો વધુ???
Advertisement