રાજ્ય સરકાર દ્વારા કોરોના 19 ની માર્ગદર્શિકા અનુસાર પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ સત્ર શરૂ કરવામાં આવ્યું છે અત્યારે વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ માટે શાળાએ જવા માટે પોતાની મનોવૈજ્ઞાનિક રીતે દબાણ અનુભવતા હોવાથી તૈયાર થતા નથી. ઘણા લાંબા સમયથી ઓનલાઇન શિક્ષણથી જોડાયેલ હોવાથી શાળામાં જવાનું જલ્દીથી પસંદ કરતા નથી તેવા આક્ષેપ સાથે વાલીઓએ જણાવ્યા હતું કે ભલે શાળાઓ ચાલુ કરવામાં આવેલી છે પરંતુ બાળકોને માનસિક રીતે તૈયાર થતાં થોડો સમય લાગે તેમ હોવાથી વાલીઓએ માંગ કરી હતી કે આગામી જૂનથી નિયમિત ઓફલાઈન શિક્ષણ શરૂ કરે જેથી બાળકોને માનસિક રીતે ત્યાં સુધીમાં તૈયાર કરી શકાય. હાલ પૂરતું ચાલુ વર્ષમાં ઓનલાઇન શિક્ષણ આપી ઓનલાઇન પરીક્ષા લઈ પરિણામ આપે તેવી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.
Advertisement