Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં સુરેશ વસાવાની કોંગ્રેસમાં ઘર વાપસી થતાં કોંગી કાર્યકરોમાં હર્ષની લાગણી.

Share

કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં ડિજિટલ મેમ્બરશીપ ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં અનેક યુવાનો, મહિલાઓ, પુરુષો જોડાઈ રહ્યા છે. આજરોજ ભરૂચમાં કોંગ્રેસ સમિતિના મહામંત્રી તથા અનુસુચિત જનજાતિના પ્રમુખ રહી ચૂકેલા સુરેશભાઇ વસાવાની કોંગ્રેસમાં ઘર વાપસી થતાં કોંગ્રેસી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આધુનિક સમયમાં ટેક્નોલોજીની સાથે રહી કોંગ્રેસ પક્ષ દ્વારા ડિજિટલ મેમ્બરશીપ ડ્રાઈવ શરૂ કરવામાં આવતા કોંગ્રેસનાં અગ્રણી દિનેશભાઇ અડવાણી અને કમલેશભાઈ પરમારની મંત્રણા બાદ કોંગ્રેસની વિચારધારામા વિશ્વાસ મૂકીને અગાઉ કોંગ્રેસમાં રહી અનેક હોદ્દાઓ પર રહેલા સુરેશભાઇ વસાવા તથા વિરલભાઇ પ્રજાપતિએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. સુરેશભાઇ વસાવાની ફરી કોંગ્રેસ પક્ષમાં ઘર વાપસી થતાં ભરૂચ જિલ્લાના કોંગેસના કાર્યકરોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. સુરેશભાઇ અને વિરલભાઇ બંને એ કોંગ્રેસના પ્રવેશ કરી કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં મિરેકલ હવેલીનું NRI બક્ષી પરિવાર દ્વારા લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ કોર્ટ રોડ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવા વકિલ મંડળો ની માંગ .

ProudOfGujarat

તાલિબાન 90 દિવસમાં કાબુલ પર પણ કબજો કરી લેશે : અમેરિકા : 80 હજારથી વધુ બાળકો બેધર…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!