જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા તાલીમાર્થી બહેનામાં ડિજીટલ વ્યવહારો પ્રત્યે જાગૃતી લાવવા માટે વિશેષ માર્ગદર્શન શિબીરનું નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હાલના સંજોગોમાં સામાન્ય ઓનલાઇન નાણાંકીય વ્યવહારો તથા ઓનલાઇન ખરીદી અને ઓનલાઇન પેમેન્ટ વિષે યોગ્ય પગલા લઇ ઓનલાઇન ફ્રોડથી બચવા અને પોતાના નાણાંની સલામતી જાળવવા માટે દિવ્યજીતસિંહ ઝાલાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તાલીમાર્થીઓને માહિતગાર કર્યાં હતાં.
સ્વાગત પ્રવચન કરતાં જેએસએસના નિયામક ઝયનુલ સૈયદે બહેનોને આ માર્ગદર્શન શિબિર નાં આયોજન વિશે માહિતગાર કર્યાં હતાં અને જાગૃત રહી પોતાના અને પોતાના પરીવારના નાણાંની સલામતી દાખવવા સૂચન કર્યાં હતાં. આ કાર્યક્રમમાં જે.એસ.એસ. ના ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર ક્રિષ્ણાબેન કઠોલીયા તથા ગીતાબેન સોલંકી તથા નહેરૂ યુવા કેન્દ્રના ડોલીબેન કરાડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. અંતમાં અર્પીતાબેન રાણાએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ડિજીટલ ફેસીલીટેશન ઓફ બેન્ક મિત્ર કાર્યક્રમ હેઠળ માર્ગદર્શન શિબીર યોજાઇ.
Advertisement