ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1 સ્થિત અમૃત ગાર્ડનનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર એકમાં ફાજલ પડેલી નગર પાલિકાની જગ્યામાં અમૃત મિશન અંતર્ગત 35 લાખ ઉપરાંતની માતબર રકમ પશ્ચિમ વિસ્તારના લોકો પોતાના સ્વાસ્થ્ય અને કુદરતી વાતાવરણમાં ફરવા ઉપયોગ કરી શકે તેવા સુંદર આશયથી સરકારના અમૃત મિશન અને મુન્શી મેમોરિયલ ટ્રસ્ટ, માટલીવાળા ટ્રસ્ટ તથા વતન પરસ્ત એન.આર.આઈ. ના સહયોગથી વોર્ડ નંબર 1 માં બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનારા સમયમાં દરેક વોર્ડમાં ખુલ્લી જગ્યાઓમાં નાના બગીચાઓ નગરપાલિકા અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી બનાવી લોકો કુદરતી વાતવરણનો લ્હાવો મેળવી શકે એવા પ્રયાસો કરવામાં આવશે.
લોકાર્પણના કાર્યક્રમમાં ભરૂચના નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા, પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાળા, વોર્ડ નંબર 1 ના ચૂંટાયેલા સભ્ય સલીમ અમદાવાદી, સમસાદ અલી સૈયદ, મુનશી મેમોરિયલ ટ્રસ્ટ, માટલીવાલા ટ્રસ્ટ, એન.આર.આઈ આગેવાનો સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ વોર્ડ નંબર 1 માં અમૃત મિશન અંતર્ગત બગીચાનું કરાયું લોકાર્પણ.
Advertisement