Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં યુનિસેફ વર્લ્ડ વિઝન અને જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં સહયોગથી કોવિડ-19 જાગરૂકતા રથનું કરાયું પ્રસ્થાન.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણથી જનતાને સુરક્ષા આપવા મહા રસીકરણ કેમ્પ સહિત આરોગ્ય શાખાની ટીમ દ્વારા જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચીનથી આવેલી કોરોના મહામારીની બીમારી દુનિયાભરમાં ફેલાવીને પોતાનો રુદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. ભારત દેશમાં પણ મોટી સંખ્યામાં કોરોના સંક્રમણથી લોકોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો હતો. તે જોતા ભારતના તબીબો દ્વારા ઘણા પરીક્ષણો બાદ કોરોનાથી સુરક્ષા મેળવવા માટેની રસીનું ખોજ કરવામાં આવતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ રાહત શ્વાસ લીધો હતો.

સરકાર દ્વારા કોરોનાથી લોકોને સુરક્ષા મળે તે અંતર્ગત કોરોના રસીકરણ મહાઅભિયાન જેવા કાર્યક્રમો થકી લોકોને રસીઓ આપવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ હજુ પણ ઘણા તાલુકાના છેવાડાના ગામોમાં રસીકરણથી ભયના કારણે વંચિત રહેલા લોકોમાં રસી બાબતે જાગૃતતા આવે અને કોરોના મહામારીની બીમારીથી સુરક્ષા મેળવી શકે તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી ” નોવલ કોરોના વાયરસ જાગરુત્તા રથનું ” આરોગ્ય અધિકારી ડો. જે એસ દુલેરા, ડો.નિલેશ પટેલ, યુનિસેફ વલ્ડ વિઝન સંસ્થાના હોદ્દેદારોના હસ્તે ઝંડી બતાવી પ્રસ્થાન કરાયું હતું.

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા “સમર્થ” થીમ પર ચતુર્થ વાર્ષિકોત્સવ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા વિધાનસભા બેઠકની ચુંટણીમાં છોટુભાઇ વસાવા પરિવાર પર સહુની નજર.

ProudOfGujarat

અમરેલીમાં રાષ્ટ્રીય ટકાઉ ખેતી મિશન યોજના હેઠળ ખેડૂત શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!