Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જોલવા ગામે UPL CSR ગ્રામ પ્રગતિ અંતર્ગત બનાવેલ નવનિર્મિત આવાસનું કરાયું લોકાર્પણ.

Share

જોલવા ગામમાં વસાવા ફળિયામાં વસતા આદિજાતિ લોકોને ઘણા સમયથી જર્જરિત મકાનને લીધે રહેવાની સમસ્યા હતી. આ સંદર્ભે ગ્રામ પંચાયત દ્વારા UPL કંપનીના CSR ફંડ મારફતે સહાય કરવા કંપની દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લઈને સત્વરે કામગીરી હાથધરી આવાસનું બાંધકામ કરી આજરોજ 5 નવનિર્મિત આવાસનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ.

આ પ્રસંગે ગામના આગેવાન સુલેમાનભાઈ દ્વારા કંપની દ્વારા હકારાત્મક અભિગમ રાખી ગ્રામ વિકાસના કાર્યક્રમો કરવા બદલ કંપનીનો આભાર પ્રગટ કરેલ અને ભવિષ્યમાં પણ કંપનીનો ગ્રામ વિકાસના કાર્યક્રમોમાં સતત સહકાર મળી રહે તેવી આશા પ્રગટ કરેલ.

Advertisement

UPL કંપનીના પ્રતિનિધિ રાકેશ કાપડિયા (યુનિટ હેડ યુનિટ ૧૩), કંપનીના ક્લસ્ટર HR હેડ કૌશિક ચક્રવર્તી, IR હેડ વિપિન રાણા, HR વિભાગના નિલેશ પટેલ તેમજ અન્ય કર્મચારીઓ યુપીએસથી રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વરનાં નિરાંત નગર સોસાયટીનાં લોકોની સમસ્યા અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

વિરમગામ તાલુકા મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર કે.એમ મકવાણાનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ: જાંબાજ LCB અને SOG ટીમનું સંયૂક્ત ઓપરેશન, ચાર ધાડપાડુઓની ગેંગ ઝડપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!