સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સંયુકત ઉપક્રમે મંગલ દર્શન સોસાયટી ચામુંડા મંદિર પાસે ઝાડેશ્વર રોડ ભરૂચ ખાતે બહેનો માટે સ્વરોજગાર પ્રેરિત સેલ્ફ એમ્પલોઈડ ટેલર તાલીમ વર્ગની આજરોજ શુભ શુરૂઆત ઝાડેશ્વર ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ પૂર્વીબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે.
આ પ્રસંગે સંસ્થાનના ઈન્ચાર્જ લાઈવલી ફુડ કો.ઓર્ડિનેટર ક્રિષ્ણાબેન કથોલીયાએ જન શિક્ષણ સંસ્થાન વિષે ટુંકમાં માહિતી આપી. સંસ્થાન દ્વારા હેડ્કવાર્ટર તથા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો અને સબ સેન્ટર ખાતે ચાલતા વિવિધ પ્રકારનાં તાલીમ વર્ગો વિષે માહિતી આપી બહેનો માટે ઘેરબેઠાં સ્વરોજગાર પ્રેરિત વિવિધ તાલીમ થકી પુરક આવક મેળવી પોતાની આર્થિક સ્થિતિ સુધારી શકે તે હેતુસર વિવિધ સંસ્થાનોનાં સહયોગ અને સમન્વયથી તાલીમનું આયોજન કરવામાં આવે છે તેની માહિતી પ્રદાન કરી હતી. હાલની કોવિડ-૧૯ ની સરકારની વખતો વખત અપાતી માર્ગદર્શિકા અનુસાર તાલીમ આપવામાં આવે છે, જેનું ચુસ્ત પણે પાલન કરી તાલીમ પૂર્ણ કરી સફ્ળતા મેળવવાની સલાહ આપવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલ અને હેમાબેન પટેલ હાજર રહી તાલીમાર્થીઓને જન શિક્ષણ સંસ્થાનનાં નિયામક ઝયનુલ સૈયદનો આભર વ્યક્ત કર્યો હતો.
ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા ઝાડેશ્વર ખાતે સેલ્ફ એમ્પલોઈડ ટેલર તાલીમ વર્ગની કરાઇ શરૂઆત.
Advertisement