સુરતના કામરેજ હત્યાકાંડમાં આરોપી અને કડકમાં કડક સજા થાય તે માટે કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા બાબતે આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.
સુરતના કામરેજ ખાતે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીના ઘરે જઇ ફેનિલ નામના યુવકે જાહેરમાં ગળું કાપી નિર્મમ હત્યા કરી મોત નિપજાવ્યું હતું. આ ઘટના ગુજરાતમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલત હોવાના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટી એ ગુજરાતના રાજ્યપાલને સંબોધતુ આવેનપત્ર ભરૂચ કલેક્ટરને આપી રજુઆત કરી હતી કે અવારનવાર બનતી આવી ઘટનાઓ નિંદનીય છે અને રાજ્ય સરકાર એ આ બાબતે કડકમાં કડક પગલાં ભરવા જોઇએ અને આવા માનસિકતા ધરાવનાર વ્યક્તિઓને કડકમાં કડક સજા કરી સમાજમાં ઉદાહરણ પૂરું પાડવું જોઈએ તેવી માંગ કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ આપ મહિલા સંગઠન ગોરી દેસાઈ સહિત પ્રદેશ મહિલા સાઉથ ઝોન સંગઠન મંત્રી, શહેર તાલુકા પ્રમુખ મહિલા સંગઠન સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.