સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચમાં નગરપાલિકા વોર્ડ નંબર 2 માં આવતા વિસ્તારોમાં પે એન્ડ યુઝ શૌચાલય કાર્યરત કરાયા.
ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં આવતા ડુંગરી ત્રણ કુવા વિસ્તારમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી રૂપિયા ૭ લાખના ખર્ચે સુલભ શૌચાલય બનાવવામાં આવેલ હોય જેનું આજે નગરપાલિકા વોર્ડ 2 ના સ્થાનિક રહેવાસીઓની હાજરીમાં નગરપાલિકા પ્રમુખે શહેરીજનો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ વિસ્તાર અત્યંત સ્લમ વિસ્તાર છે આ વિસ્તારના લોકો વર્ષોથી ખુલ્લામાં શૌચક્રિયા કરવા માટે જતા હોય અત્રે તેઓ દ્વારા નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા સમક્ષ રજૂઆત કરવામાં આવેલ હોય જે રજૂઆતને ધ્યાને લઇ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી અહીં સ્લમ વિસ્તારના લોકો માટે રૂપિયા ૭ લાખના ખર્ચે પે એન્ડ યુઝ શૌચાલય બનાવવામાં આવેલ હોય અહીંના આસપાસના વિસ્તારમાં લોકો અને મહિલાઓ જેનો ઉપયોગ કરી શકે તેવા આશયથી આજે નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાના હસ્તે રિબીન કાપી આ શૌચાલય જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાળા, વિપક્ષ નેતા સમસાદ અલી સેયદ, ઇબ્રાહિમ કલકર સહિત સ્થાનિક આગેવાનો, રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચનાં વોર્ડ નં.2 નાં સ્લમ વિસ્તારમાં પે એન્ડ યુઝ શૌચાલયનું કરાયું લોકાર્પણ.
Advertisement