Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાંથી દેશી તમંચા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

Share

ભરૂચ એસ.ઓ. જી પોલિસ દ્વારા બાતમીના આધારે નબીપુર પાસેથી દેશી તમંચો ઝડપી પાડવામાં આવ્યો હતો.

તમંચો ઝડપાવાની ઘટના અંગે વિગતે જોતા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમા ઉપયોગ થવાના બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવા એસ.ઓ.જી. ભરૂચની સુચના અન્વયે એસ.ઓ.જી. પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે નબીપુર વિસ્તારમાંથી સુનીલ છગનભાઈ રાઠવા રહે-કનલવા તા.કવાંટ જિ-છોટાઉદેપુરનાને નબીપુર નેશનલ હાઈવે નં.૪૮ બ્રીજ નજીકથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના બારબોર તમંચા નંગ-૧, કિ.રૂ.૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા આ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી.ભરૂચ નાઓ કરી રહેલ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડાતા નર્મદા નદીને અડીને આવેલા સિસોદ્રા ગામમાં પાણી ભરાતા હજારો એકર ખેતરમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન.

ProudOfGujarat

ભરૂચ : ગત મોડી રાત્રીથી જ મુશળધાર વરસાદ વરસતા ભરૂચ જળબંબાકાળ બન્યું.

ProudOfGujarat

ભરૂચ : મારવાડી ટેકરા પર કચરા બાબતે નગરપાલિકાના સાફ સફાઈ વિભાગના કર્મચારીની દાદાગીરી..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!