ભરૂચના કંબોલી ગામની નવનિયુક્ત ગ્રામ પંચાયત ટીમ દ્વારા ગામના ફિલ્ટર પ્લાન્ટની સામે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય સલીમખાન ઉર્ફે મલંગખાન પઠાણ, પાલેજ તાલુકા પંચાયત – ૨ બેઠકના સદસ્યા અનસોયા બેન વસાવાની ઉપસ્થિતિમાં પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત અગાઉ સ્થાનિક મૌલાના યાકુબ અશરફીએ ફાતેહા ખ્વાની પઢી ત્યારબાદ દુઆ ગુજારી હતી. ત્યારબાદ પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય સલીમખાન ઉર્ફે મલંગખાન પઠાણ, અનસોયા બેન વસાવા, ગ્રામ પંચાયત સરપંચ હનીફભાઈ માંજરા તેમજ મૌલાના યાકુબ અશરફીએ શ્રીફળ ફોડી ખાત મુહૂર્ત કર્યું હતું.
અંદાજિત ૩,૪૨,૨૩૦ રૂપિયાના ખર્ચે પેવર બ્લોકનું કામ કરવામાં આવશે. પેવર બ્લોકનું કામ પૂર્ણ થતા ફિલ્ટર પ્લાન્ટ સામે આવેલો વિસ્તાર સાફ સુથરો થશે અને સાથે સાથે ગામની શોભામાં અભિવૃદ્ધિ પણ થશે. ગ્રામ પંચાયતના સરપંચ હનીફ ભાઈ માંજરાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પેવર બલોકનું કામ પૂર્ણ થયા બાદ ગામના અન્ય વિકાસના કામોને પણ અમારી ટીમ અગ્રીમતાના ધોરણે હાથ ધરી કામો પૂર્ણ કરશે. આ પ્રસંગે ગ્રામ પંચાયત સદસ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ તાલુકાના કંબોલી ગામમાં પેવર બ્લોક કામનું કરાયું ખાતમુહૂર્ત…
Advertisement