Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં શેરપુરામાં બે લકઝરી બસ સળગાવી, તોડફોડ અને લૂંટ મામલે AIMIM પ્રમુખ સહિત 8 ની ધરપકડ.

Share

ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર શેરપુરા ગામના પાટિયા પાસે લકઝરી બસની અડફેટે શેરપુરાના જ રસ્તો ક્રોસ કરતા ડ્રાઈવર આવી જતા સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. ઘટનામાં 50 થી 100 ના ટોળાએ 2 લકઝરી બસ સળગાવી કરેલી તોડફોડ, મારામારી અને લૂંટમાં એ ડિવિઝન પોલીસે ભરૂચ જિલ્લા AIMIM પ્રમુખ નદીમ ભીખી સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે. શેરપુરાના ડેપ્યુટી સરપંચ અને ઔવેસીની પાર્ટીનો જિલ્લાનો જ ચહેરો હુલ્લડને હવા આપી આચરેલા કૃત્યના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે.

ભરૂચ બાયપાસ રોડ ઉપર શેરપુરા ગામના પાટિયા પાસે ગત 31 જાન્યુઆરીની રાતે બિરલા કોપર કંપનીની શિફ્ટની લકઝરી બસે એક વ્યક્તિને અડફેટે લીધો હતો. શેરપુરા ગામના જ 65 વર્ષીય ઇસ્માઇલ આદમ માંચવાલાનું રોડ ક્રોસ કરતા મૃત્યુ થયું હતું. ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જક લકઝરી બસમાં તોડફોડ કરી બસને સળગાવી દીધી હતી. કંપનીની બીજી બસને પણ સળગાવી દઇ દહેજ બાયપાસ રોડ ઉપર ભય અને અરાજકતાનો માહોલ સર્જ્યો હતો.

Advertisement

ભરૂચ એ ડિવિઝન પોલીસે આ અંગે રાયોટિંગ, લૂંટ, આગ લગાડી તોફાન, મારામારી સહિતનો ગુનો 50 થી 100 લોકોના ટોળા સામે નોંધ્યો હતો. જેમાં શેરપુરા પાટિયા નજીક જ લગાવેલા CCTV, સ્થળ પર હાજર અન્ય લોકો, લકઝરી બસના વાહન ચાલકો તેમજ શિફ્ટન કર્મચારીઓના નિવેદનો લઈ હુલ્લડને હવા તેમજ આગ આપનાર આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ હતી. બે એ.સી. લકઝરી બસ સળગાવી દઇ, તોડફોડ, લૂંટ, મારમારીની ઘટનામાં સૌથી મોટો હાથ ભરૂચ જિલ્લા AIMIM પ્રમુખ નદીમ અહેમદ પટેલ અબ્દુલ હક ઉર્ફે નદીમ ભીખી સહિત આણી મંડળીનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે શેરપુરાના ગત ટર્મના સરપંચ અને પ્રવર્તમાન ડેપ્યુટી સરપંચ એવા AIMIM નદીમ ભીખી સહિત 8 આરોપીની ધરપકડ કરી હતી. અન્ય આરોપીઓની ધરપકડ કરવાનો દોર હજી ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

શેરપુરાની આગજનીમાં ઝડપાયેલા 8 આરોપીઓ

(૧) ઝુબેરભાઈ ઐયુબભાઈ અહમદભાઈ પટેલ
(૨) સઇદભાઈ અહમદભાઈ ઇસશાભાઈ પટેલ
(૩) ઇમરાનભાઈ ઇબ્રાહીમભાઈ વલીભાઈ પટેલ
(૪) સાદીકભાઈ યાકુબભાઈ અહમદભાઈ પટેલ
(૫) મોહસીન યાકુબભાઈ પટેલ
(૬) પટેલ નદીમ અહેમદ ઉર્ફે ભીખી અબ્દુલ હક
(૭) પટેલ ઇલ્યાસ વલી
(૮) સફયાન અબ્દુલ ઉઘરાદાર તમામ રહે. શેરપુરાનાઓને ઝડપી એ ડિવિઝન પોલીસે શેરપુરાની ઘટનામાં આઈપીસીની કલમ 395 ધાડ, 143 ગેરકાયદેસર મંડળી, 147 હુલ્લડ-રાયોટિંગ, 323 મારામારી, સ્વેચ્છાપૂર્વક વ્યથા, 504 લોકોને ઉશ્કેરી શાંતિ ભંગ, 435 આગ લગાડી તોફાન સહિતની કલમો લગાડી 50-100 ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

નડિયાદ એસ.ઓ.જી પોલીસે હાથનોલી ગામેથી ૧.૩૨ લાખના ગાંજાના છોડ ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચ તાલુકાના શુકલતીર્થ મુકામે સ્વ. માન સદગુરૂની જન્મ જયંતિ ભક્તિભાવથી ઉજવાઇ.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય લેવલે પ્રથમવાર ગુજરાતના ૩૩ જિલ્લાના ૨૧૭ તાલુકાઓમાં પત્રકાર એકતા પરિષદની રચના નું કામ પૂરજોશમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!