Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂંપડામાં લાગી આગ.

Share

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના મકતમપુર નજીક આવેલ કોઠી ફળિયાની ઝૂંપડપટ્ટીમા આજે સવારે અચાનક આગ ભભૂકતા નાસભાગ મચી જવા સાથે અફરાતફરી સર્જાવા પામી હતી.

અચાનક ફાટી નીકળેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 15 જેટલા ઝૂંપડાઓ આ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ આગને પગલે ઝૂંપડાની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી. જોકે આ આગ કેવી રીતે લાગી તે કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે. આગની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન આવી જતાં RPFના જવાને મહિલાને બચાવી

ProudOfGujarat

કપડવંજ શહેરની પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

ProudOfGujarat

હાલોલમા આવેલા ટાયરના ગોડાઉનમા ભીષણ આગ ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!