Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ.

Share

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ માછીવાડમાં જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.

ભરૂચ પાલિકા વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યાં છે. જેમાં ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ માછીવાડમાં એક જર્જરિત મકાન રાત્રી દરમ્યાન ધરાસાઇ થવા પામ્યું હતુ. જે સમય દરમ્યાન શહેરમાં કોઈ અવરજવર નહિ હોવાથી મોટી જાનહાની ટળી હતી. ઘટનાને પગલે આસપાસના રહીશો બહાર દોડી આવ્યા હતા.અને પાલિકા તંત્રને જાણ કરી હતી.

નોંધનીય છે જ્યા મકાન ધરાશાયી થયું ત્યાંથી નજીવા અંતરે લગ્ન પ્રસંગ દિવસ દરમિયાન પૂર્ણ થયો હતો. જો આ ઘટના દિવસ દરમિયાન થઇ હોત તો જાનહાની થવાની શક્યતા વર્તાય હોત આવી શક્યતાને નકારી શકાય તેમ નથી. ત્યારે પાલિકા તંત્ર આવા મકાનોને ઉતારી લેવા કાર્યવાહી કરે તે જરૂરી બનવા પામ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાની બેઠક પર ધી હાંસોટ નાગરિક સહકારી બેંકનાં કરશનભાઇ પટેલની બિનહરીફ વરણી.

ProudOfGujarat

ઝઘડિયાના સારસા ગામે દિપડાએ વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ભય.

ProudOfGujarat

મોરોક્કોમાં ભયાનક ધરતીકંપના કારણે તબાહી, 296 લોકોના મોત, 6.8 ની તીવ્રતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!