Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ભાડભુત બેરેક યોજનામાં કોન્ટ્રાક્ટર દ્વારા રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું.

Share

ગતરોજ રાત્રી દરમિયાન દિલીપ બિલ્ડકોન ભાડભુત બેરેક યોજનામાં રાત્રીના અંધારાનો લાભ મેળવી લાખો ટન રેતી નર્મદા નદીની અંદર રસ્તો બનાવી ચોરી કરતા હોવાનું જાણ માછી સમાજના લોકોને થતા સમાજના અગ્રણીઓ દ્વારા સ્થળ પર જઈ તમામ ટ્રકોને અટકાવી કાયદાનું ઉલ્લંઘન કરતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સમાજ દ્વારા ટ્રકોના ચાલકો પાસે રોયલ્ટી પાસ માંગણી કરતા તેઓ પાસે કોઈ પણ પ્રકારના કાગળો ન હતા, જેથી 15 ટ્રકો અને 2 હિટાચી મશીન નંબર વગરના હોય તેઓ દ્વારા મોટી માત્રામાં નદીમાંથી રેતી ચોરી કરી કરતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ નજર પડ્યું હતું. આ તમામ ટ્રકો તેની વહન કરવાની ક્ષમતા કરતા ઓવરલોડ રેતી ભરીને બેફામ રેતી ચોરી કરી કુકરવાડા રોડથી ભાડભૂતથી કાસવા-સમની સુધીના રોડ પર રેતી થઈ ગયેલી છે. નદીમાં મોટા મોટા ખાડા કરી દીધેલા છે અને રેતી કાઢી રહેલા છે, તે બધા ખાડામાં તળાવ જેવું મોટી માત્રામાં પાણી ભરાવાથી લોકો તેમાં ડૂબી મરવાના કિસ્સા પણ બનતા આવ્યા છે.

વેજલપુર, ભરૂચના સેંકડો માછીમારો જે નદીની ખાડી મારફતે પોતાની બોટો, હોડીઓથી અવરજવર કરે છે તે ખાડીને પુરાણ કરી દઈને માછીમારોની બોટો, હોડીઓનો અવરજવરનો માર્ગ બંધ કરી દીધો છે. આ ખાનગી કંપની જે નર્મદા નદીના વિસ્તારમાંથી રેતી કાઢી રહેલા છે તે CRZ થી પ્રતિબંધિત વિસ્તાર હોય, CRZ ના કાયદાનું પણ ઉલ્લંઘન થઈ રહેલું છે. કંપની દ્વારા લાખો ટન રેતી ચોરી કરીને સરકારની કરોડો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરીને સરકારનું કરોડોનું નુકશાન કરેલું છે. જેથી માછી સમાજે ટ્રકોને પકડી ફરિયાદ કરી તાત્કાલીક દિલીપ બિલ્ડકોનના જવાબદાર માલિક પાસેથી સરકારી નુક્શાનીની વસુલાત કરવા અને બનાવમાં સંડોવાયેલા તમામ વાહનો જપ્ત કરવા અને સખતમાં સખત પગલાં લેવાની માંગ સાથે ઉચ્ચઅધિકારીઓને રજુઆત કરી છે.

Advertisement

Share

Related posts

પ્રેમની વચ્ચે ધર્મ આવીને ઊભો રહી ગયો છતાં સચિન પાયલોટ અને સારાહ અબ્દુલાનો પ્રેમ અતુટ રહ્યો

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા પંચાયત ના સભ્યએ આગામી સામાન્ય સભામાં ગૌચરની જમીન કવોરી ની ખાણોના ધારાધોરણ વિગેરે બાબતના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે લેખિતમાં રજૂઆત કરી

ProudOfGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લિશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!